મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ ગુજરાતમાં હાલ ચારેબાજુથી મેધરાજા દે ધનાધન કરી રહ્યા છે. શનિવારે સાંજના સુમારે જિલ્લાના આકાશે કાળા ડિબાંગ વાદળો ધસી આવી ધોધમાર વરસાદ થતા ખેડૂતો અને પ્રજાજનોમાં આનંદ છવાયો હતો રવિવારે બાયડ પંથકમાં 12 કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તરોમાં પાણી ભરાતા પ્રજાજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

બાયડ પંથકમાં ગત રોજ સાંજના સુમારે કડાકા- ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા બોરમઠ-વારેણા બાયડ તરફ કોઝવે પણ પાણી ફરી વળતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા બોરમઠ-શણગાલ વચ્ચેનો પુલ ધોવાયો હતો જીતપુર ગામનો તળાવ ઓવરફ્લો થતા ગામના રામજી મંદિરમાં પાણી ઘુસી જતા પ્રજાજનોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો ધોધમાર વરસાદ થી પ્રજાજનોના જીવ પડીકે બંધાયા હતા. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા હતા ૩ ઇંચ વરસાદમાં બાયડ તાલુકાના ૫ થી વધુ ગામડાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું.