મેરાન્યૂઝ નેટવર્ક.હરિયાણાઃ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના દિલ્હી પ્રદર્શન દરમિયાન ઘણા સ્થાનો પર ખેડૂતો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઝડપની માહિતીઓ સામે આવી હતી. ખેડૂતોના દિલ્હી કૂચ દરમિયાન થયેલી અથડામણો દરમિયાન આંસુ ગેસ, વોટર કેનન ચલાવાયા હતા. ઘણા સ્થાનો પર હિંસાની માહિતીઓ મળી હતી. આ દરમિયાનમાં હરિયાણાના કરનાલનો એક હાર્ટ ટચિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ગુરુદ્વારાના લંગરમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને નિઃશુલ્ક ભોજન જમાડાયું હતું.

જોકે હજુ એ સ્પષ્ટ નથી કે નેશનલ હાઈવે એક પર સ્થિત આ ગુરુદ્વારા પ્રદર્શનકારી ખેડૂતો સાથે જોડાયેલું છે કે નહીં. જોકે આ વીડિયો અરાજકતાના માહોલ વચ્ચે એક સ્વાગત યોગ્ય વિકલ્પ જરૂર છે અને તમામ પક્ષોને માનવતા અને સહાનુભૂતિની જરૂરિયાતને આલેખે છે.

વીડિયોમાં દેખાતા ડઝનોની સંખ્યામાં વર્દી પહેરેલા પોલીસ કર્મચારીઓ બે લાઈનમાં સામ સામે બેઠા છે. કેટલાક પાસે લાઠી પણ પડેલી છે. લંગરના વોલિયંટિયર, જેમણે માસ્ક પહેરેલું છે, પોલીસ કર્મચારીઓને ભોજન પીરસતા નજરે પડી રહ્યા છે. 70 સેકંડના વાયરલ થયેલા વીડિયો સહિત ઘણા વીડિયોઝ વાયરલ થવા લાગ્યા છે. 

આપને અહીં જણાવી દઈએ કે ગુરુદ્વારા પોતાના આતિથ્ય માટે અને તમામ લોકોને મફત જમાડવાની પરંપરાને કારણે ઘણા પ્રસિદ્ધ છે. લંગર કે કોમ્યૂનિટી કિચનમાં વગર કોઈ ભેદભાવે સેંકડો લોકોને જમાડવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિત ઘમા રાજ્યોમાં ખેડૂતોએ ગુરુવારે દિલ્હી માટે માર્ચ શરૂ કરી હતી. આ દરમિયાન પંજાબના ખેડૂતો અને હરિયાણા પોલીસ વચ્ચે સામસામી થઈ ગઈ હતી. ખેડૂતોને રોકવા લાઠિચાર્જ, ટિયર ગેસ, વોટર કેનનનો ઉપયોગ કરવાના નિર્દેશ અપાયા હતા.