મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાંસમાં એક સ્મારકનું લોકાર્પણ કર્યું જે ભૂતકાળમાં એર ઈન્ડિયાના બે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીયોને સમર્પિત છે. વર્ષ 1950 અને 1966માં મોબ્લાં પર્વત શ્રુંખલા પર એર ઈન્ડિયાના બે વિમાન દુર્ઘટનાનો શિકાર થયા હતા. તે ઘટનાઓમાં ઘણા ભારતીયોના જીવ ગયા હતા. 1966ની દુર્ઘટનામાં ભારતના સર્વપ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. હોમી જહાંગીર ભાભાનો જીવ ગયો હતો. આ સ્મારક પણ તે ભારતીયોની યાદમાં બનાવવામાં આવ્યો છે જેમણે આ બંને દુર્ઘટનાઓમાં જીવ ગુમાવ્યો.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને ફ્રાંસ દુઃખની ઘડીમાં પણ એક બીજાની સાથે રહ્યા છે. પીએમ મોદીએ યુનેસ્કો હેડક્વાર્ટરમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું, બે વિમાન દુર્ઘટનાઓમાં મહાન વૈજ્ઞાનીક હોમી જહાંગીર ભાભા સહિત ઘણા ભારતીય યાત્રીઓને ગુમાવી દીધા. હું તે લોકોને શ્રદ્ધાંજલી આપું છું. તેમનો જીવ અહીં ગયો હતો. આ બંને દેશોના લોકો વચ્ચે હમદર્દીને પણ દર્શાવે છે.

મોબ્લાં પર્વત શ્રુંખલાનો વિસ્તાર ફ્રાંસ-ઈટલીની સીમાથી લઈને સ્વિત્ઝરલેન્ડ સુધી છે. 1950માં દુર્ઘટનાનો શિકાર થયેલા વિમાનમાં કુલ 48 જ્યારે 1966માં કુલ 177 લોકોનો જીવ ગયો હતો. જેમાં 11 ક્રુ મેમ્બર્સથી મોલ્લાં પહાડીના નજીક ફ્રાંસના એક ગામ નીદેગ્લમાં આ સ્મારક બનાવાયા છે. આર્ટિટેક્ચર બનાવનાર કંપની બોસોનેટ માર્બરિનએ આ સ્મારકના ડિઝાઈન બનાવ્યા છે.

ફ્રાંસના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પણ તિખા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમને ટેમ્પરરી બાબતને હટાવતા પણ 70 વર્ષ થઈ ગયા, આમાં મારે રડવું કે હસવું.