નીશા ચાવડા (મેરાન્યૂઝ.અમદાવાદ): વીન્ટરમાં વાળ ખુબ જ ડ્રાય અને ફ્રીઝી થઈ જાય છે ત્યારે વીન્ટરમાં પણ વાળને ખુબ સુંદર, સીલ્કી અને સ્મૂધ રાખવાની કેટલીક ટીપ્સ આપ લોકો સમક્ષ અહીં રજુ કરી રહ્યા છીએ. સાથે જ હાલ દિવાળીના તહેવારને પગલે સુંદર લૂક અને સાથે જ હાલના પોલ્યૂશન્સને કારણે હેર કેરની જરૂરિયાત ઘણી વધી છે. તો આવો જાણીએ વાળની વધુ સાવચેતી અંગે. 

- રોજ સવારે ઉઠીને સૌથી પહેલા પાંચ મીનીટ સ્કાલ્પમાં આંગળીઓ વડે મસાજ કરવી જેથી સ્કાલ્પમાં બ્લડ સરક્યૂલેશન વધે અને હેર ગ્રોથ પણ વધે છે.
- તેલને હળવું ગરમ કરીને સ્કાલ્પમાં લગાવવું, જેથી હેર ગ્રોથમાં તે હેલ્પ કરે છે.
- હંમેશા ઠંડા પાણીથી જ વાળ ધોવા જોઈએ. ગરમ પાણીથી વાળ ધોવાથી વાળ ખુબ જ ડેમેજ થાય છે.
- વાળ ધોયા બાદ કોટન ટીશર્ટ અથવા માઈક્રો ફેબ્રીક ટોવેલ જ યુઝ કરવો જોઈએ અને વાળને રબ કરવા જોઈએ નહીં. ટોવેલથી વાળને રબ કરવાથી તે ડેમેજ થાય છે.
- ભીના વાળમાં ટેંગલ્સ (ઘૂંચ) રિમુવ ન કરો. વાળ સુકાય પછી જ ટેંગલ્સ રિમુવ કરવા જોઈએ.
- સ્કાલ્પમાં હેર ડ્રાયર ક્યારેય યૂઝ ન કરવું જોઈએ અને હેર ડ્રાયર યૂઝ કરતી વખતે હીટ પ્રોટેક્શનનો ઉપયોગ કરવો જોઈએ.
- ટાઈટ પોની અથવા ટાઈટ હેરસ્ટાઈલ વાળવાથી વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. તેથી ટાઈટ હેરસ્ટાઈલ રોજ વાળવી નહીં.

ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો
- સફેદ વાળને ખેંચીને કાઢવાથી હેર ગ્રોથને ડેમેજ કરે છે. તેથી તેમ ન કરવું જોઈએ કારણ કે તેનાથી વાળ ખરવાની સમસ્યા વધતી જશે.
- કંડીશનરમાં કોઈ એવા કેમેકલ્સ હોય છે જે સ્કાલ્પ માટે સારા હોતા નથી. તેથી કંડીશનર માત્ર હેર લેન્થ ઉપર જ લગાવવું જોઈએ.

હેર ફોલ માસ્કઃ

પાલક, દહીં, ઓલીવ ઓઈલ, કોકોનટ ઓઈલ એટલે કે પાલક ક્રશ કરીને તેમાં દહીં, ઓલીવ ઓઈલ, કોકોનટ ઓઈલ મીક્સ કરી તે પેસ્ટ સ્કાલ્પ અને વાળ બંને પર એપ્લાય કરી 30 મીનીટ રહેવા દેવું અને પછી વૉશ કરી નાખવું. આમ કરવાથી વાળ ખરતા અટકશે. સ્કાલ્પમાં બ્લડ સરક્યૂલેશન વધશે. ખોળો દૂર થશે. અઠવાડિયામાં 1 વાર આ હેર ફોલ માસ્ક લગાવવાથી વાળ સ્મૂધ, સીલ્કી થશે અને વાળમાં વોલ્યૂમ પણ આવશે.

ઓનીયન જ્યૂસના ફાયદા

- આવી જ રીતે બે ડુંગળી લઈ તેને ક્રશ કરી લેવી. તેના પાણીને એક વાટકામાં ગાળીને તે ડુંગળીના જ્યૂસને કોટન વડે સ્કાલપ અને વાળ પર એપ્લાય કરવાથી વાળની મોટાભાગની સમસ્યાઓ દૂર થઈ જશે.
    ઓનીયન જ્યૂસએ વાળની દરેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે.
- ઓનીયન જ્યૂસ હેરફોલ કંટ્રોલ કરે છે.
- જે ન્યૂટ્રિશ્યન વાળમાંથી જતા રહ્યા હોય એને રિસ્ટોર કરે છે.
- ઓનીયન જ્યૂસમાં સલ્ફર ભરપૂર પ્રમાણમાં હોવાથી તે વાળને ખરતા અટકાવે છે. વાળને બ્રેક થતા કે વાળના બ્રોકેજને અટકાવે છે.
- આ જ્યૂસ પાતળા થયેલા વાળને જાડા કરવામાં પણ ખુબ જ મદદરૂપ બને છે.
- વાળને આ ઓનીયન જ્યૂસ શાઈનીંગ આપે છે તથા ખોળાને દૂર કરે છે.
- વાળનાં નવા ગ્રોથને ખુબ હેલ્પ કરે છે.
- આમ એક ઓનીયન જ્યૂસ વાળના બધા જ પ્રોબલેમ્સને દૂર કરે છે. પછી તે ખરતા વાળ હોય, ખોળો હોય કે સ્કાલ્પ ઈન્ફેક્શન હોય