મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાતમાં થનારા ટી 20 વિશ્વ કપ 2021માં ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં મુખ્ય બદલાવ જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સના મુજબ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, ફિલ્ડીંગ કોચ આર શ્રીધર, બોલીંગ કોચ ભરત અરૂણ અને બેટિંગ કોચ વિક્રમ રાઠૌડ ટીમ અલગ થઈ શકે છે. 2021 ટી 20 વિશ્વકપનું આયોજન આ વર્ષે સંયુક્ત આરબ અમીરાતમાં કરવામાં આવશે.

રવિ શાસ્ત્રી ડિરેક્ટર તરીકે વર્ષ 2014 માં ભારતીય ટીમ સાથે જોડાયેલા હતા. આ પછી તેને વર્ષ 2016 ટી 20 વર્લ્ડ કપ સુધી ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તે પછી, અનિલ કુંબલે લગભગ એક વર્ષ સુધી ભારતીય ટીમના મુખ્ય કોચ હતા.

વર્ષ 2017 માં ઇંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. જે બાદ રવિ શાસ્ત્રીને ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. શાસ્ત્રીના કોચ હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ શ્રેણી જીતી હતી. આ સિવાય ટીમ ઈન્ડિયા તેમના નેતૃત્વમાં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી. પરંતુ તે શાસ્ત્રીની કમનસીબી કહેવાશે કે ભારત તેમના કોચિંગ દરમિયાન કોઈ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી.

નિયમો અનુસાર, ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપ 2021 પછી, બીસીસીઆઈ કોચ પદ માટે અરજીઓ માંગશે. આશંકા છે કે રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચ બનવામાં મોખરે છે. તાજેતરમાં, દ્રવિડના કોચિંગ નેતૃત્વ હેઠળ, શિખર ધવનની આગેવાનીવાળી ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા પ્રવાસ પર સારો દેખાવ કર્યો હતો.