જય અમીન (મેરાન્યૂઝ.સાબરકાંઠા): ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટયું છે તે વાતની આખરે રાજ્ય સરકારે કબૂલાત કર્યા પછી પેપરલીકના એપી સેન્ટર સાબરકાંઠા જીલ્લા પોલીસતંત્રએ ૧૧ લોકો સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા પછી ગણતરીના કલાકોમાં ૮ આરોપીની ધરપકડ કરી લીધી હતી. પેપરલીક કૌભાંડનો મુખ્ય આરોપી જયેશ પટેલ સહીત બે આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સાબરકાંઠા પોલીસે ધરપકડ કરેલા ૮ આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજુ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે આરોપીઓના ૯ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પીપરલીક કાંડના તાર ખેડા જીલ્લા સુધી જોડ્યાયેલા હોવાના અને માતર તાલુકાના એક શિક્ષકની અટકયાત કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. પોલીસે મુખ્ય સૂત્રધાર જયેશ પટેલને ઝડપી લેવા વિવિધ ટિમોએ સંભવિત સ્થળોએ તપાસ હાથધરી છે.

Advertisement


 

 

 

 

 

સાબરકાંઠા એસપી નીરજ કુમાર બડગુજરે હેડક્લાર્ક પેપરલીક અંગે પ્રેસ કોન્ફ્રન્સ કરી માહિતી આપી હતી કે પેપેરલીક કરનાર કૌભાંડીઓએ ઉમેદવારો પાસેથી પૈસા લીધા હતા અને આરોપી દર્શન કિરીટભાઈ વ્યાસ ના ઘરેથી સરકારી પંચોની હાજરીમાં ૨૩ લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે.

સાબરકાંઠા પોલીસનું કહેવું છે કે પેપર લીક કાંડના તાર ખેડા સુધી જોડાય તેવી શક્યતા છે. હાલમાં માતર પ્રાથમિક શાળાના અને મૂળ પ્રાંતિજના શિક્ષકને શંકાના આધારે ઉઠાવાયો છે. તેની તપાસ કરવામાં આવશે. હાલમાં તેને લઈને કોઈ ખાસ માહિતિ પોલીસ પાસે નથી તેમ પણ જણાવવામાં આવ્યું છે.

Advertisement


 

 

 

 

 

પેપર લીક કૌભાંડના આરોપીના નામ વાંચો

1. જયેશ ઈશ્વર પટેલ – ઉંછા તા. પ્રાંતિજ

2. જશવંત હરગોવન પટેલ – ઉંછા તા. પ્રાંતિજ

3. દેવલ જશવંત પટેલ – ઉંછા તા. પ્રાંતિજ

4. ધ્રુવ ભરત બારોટ – બેરણા તા. હિંમતનગર

5. મહેશ કમલેશ પટેલ – ન્યૂ રાણીપ, અમદાવાદ (મૂળ કાણીયોલ)

6. ચિંતન પ્રવીણ પટેલ – વદરાડ તા. પ્રાંતિજ

7. કુલદીપ નલીન પટેલ – કાણીયોલ તા.હિંમતનગર

8. દર્શન કિરીટ વ્યાસ – હિંમતનગર

9. સતિષ ઉર્ફે હેપ્પી પટેલ – પાટનાકુવા તા.તલોદ

10. સુરેશ રમણ  પટેલ – તાજપુરી કુંડોલ તા.હિંમતનગર

11. મહેન્દ્ર.એસ. પટેલ – પોગલુ તા.પ્રાંતિજ