મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ૨૦૧૭ પહેલા જનઆંદોલન દ્વારા ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરનાર અલ્પેશ ઠાકોર 2017માં કોંગ્રેસની ટિકિટ પરથી ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા હતા ત્યારબાદ સતત ભાજપના નેતાઓના સંપર્કમાં હતા. 2019 લોકસભાની ચૂંટણીમાં અન્યાય થઈ રહ્યો છે. તેવા બહાના હેઠળ અલ્પેશ ઠાકોરે  કોંગ્રેસના તમામ સભ્ય પદો ઉપરથી  રાજીનામું આપ્યું પરંતુ ધારાસભ્ય પદ ચાલુ રાખ્યું.

કોંગ્રેસના નેતા અશ્વિન કોટવાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી પિક્ચર જસ્ટિસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ પી ઠક્કર સામે નીકળી હતી. કોટવાલ દ્વારા અર્જુન હીયરિંગની માગણી કરતા કોર્ટને જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી દરમિયાન અલ્પેશ ઠાકોર કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પણ રહ્યા નથી તેઓ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ સંજોગોમાં તેમનું ધારાસભ્ય પદ રદ થવાને પાત્ર છે. આમ છતાં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું નથી.

આ મામલે  કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સામે રજૂઆત કરવામાં આવી હતી અને ઠાકોરનું ધારાસભ્ય પદ  રદ કરવા માગણી કરી હતી. આ ઘટનાને મહિનો થઇ ગયો હોવા છતાં વિધાનસભા અધ્યક્ષ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આગામી દિવસમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર  શરૂ થાય છે. તે પહેલા આ અંગેનો નિર્ણય લેવાય તે જરૂરી છે. તેથી તાકીદે અમારી અરજીની સુનાવણી હાથ ધરવામાં આવે તેવી અરજ કરાઈ છે.

ગુજરાત હાઈકોર્ટને પ્રાથમિક રીતે અરજી સ્વીકાર્ય હોવાનું લાગતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ પોતાનો પક્ષ 27 જૂનના રોજ કોર્ટ સામે રજૂ કરવા આદેશ આપ્યો છે, ત્યારે જ અરજીની વધુ સુનાવણી થશે.