જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી) : જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘણા દિવસથી અથડામણ ચાલી રહી છે.છેલ્લા ૬ દિવસમાં સેનાએ ૧૩ જેટલા આતંકવાદીઓને ઠાર માર્યા છે અને ૯ જેટલા સૈનિકો શહીદ થયા છે ગુજરાતના ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના લશ્કરમાં ફરજ બજાવતા હરિશસિંહ પરમાર જમ્મુ-કાશમીરના મછલ સેક્ટર નજીક આતંકવાદી હુમલામાં શહીદ થતા ભારે ગમગીની છવાઈ છે ૨૫ વર્ષની ઉંમરે હરિશસિંહ વીરગતિ પામતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે ખેડા અને અરવલ્લી જીલ્લામાં વીર જવાન હરિશસિંહને સોશ્યલ મીડિયા મારફતે લાખ્ખો લોકો શ્રદ્ધાંજલી અર્પી રહ્યા છે.

Advertisement


 

 

 

 

 

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અને અરવલ્લી જીલ્લાની સરહદને અડીને આવેલા વણઝારીયા ગામના હરિશસિંહ પરમાર માં ભોમની રક્ષા કરવા માટે વર્ષ-૨૦૧૬ માં આર્મીમાં જોડાયા હતા અને દેશની રક્ષા માટે ખડે પગે ફરજ બજાવી રહ્યા હતા જમ્મુ-કાશમીરમાં છેલ્લા કેટલાક દિવસોથી લશ્કર આતંકવાદીઓનો સફાયો કરી રહ્યું છે ત્યારે મછલ સેક્ટરમાં આતંકવાદીઓ સામે બાથ ભીડનારા હરેશસિંહ રાધેસિંહ પરમારનું આતંકવાદી હુમલામાં શહીદી વોહરી લીધી હતી વણઝારીયા ગામના ૨૫ વર્ષીય હરિશસિંહ પરમાર આતંકી હુમલામાં શહીદ થતા પરિવારજનો શોકમગ્ન બન્યા છે વણઝારીયા ગામ સહીત સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ હતી.

ખેડાના કપડવંજના વણઝારીયા ગામના જવાન હરીશ પરમારની શહીદીના સમાચાર મળતા પરિવાર સહિત ૨૫૦૦ની વસ્તી ધરાવતું ગામ શોક મગ્ન થયું છે. હરીશ પરમારના પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ગામલોકો સહિત આસપાસના વિસ્તારના લોકો પરિવારને સાંત્વના પાઠવવા પહોંચી રહ્યા છે અને પરિવાર સાથે દુ:ખની ઘડીમાં સાથ આપી રહ્યા છે. ભારત માતા કી જય અને અમર જવાન હરીશ પરમાર શહીદ રહોના નારા લાગી રહ્યા છે.