મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ દિલીપ સાબવાએ હાર્દિક પટેલ પર કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. જે અંગે હાર્દિક પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. દિલીપ સાબવાએ કહ્યું છે કે, હાર્દિકે હિન્દી સ્પીચ શું કામ આપી હબતી જીએમડીસીમાં, અગાઉથી જ તોફાન કરવાનું ષડયંત્ર હતું. હાર્દિક પટેલે કહ્યું કે, આ એ જ દિલીપ સાબવા છે જેણે અમિત શાહ સામે ફોર્મ ભર્યું હતું અને આ એ જ દિલીપ સાબવા છે જેણે અમિત શાહ સામે ફોર્મ પાછુ ખેંચ્યું હતું.

દિલિપ સાબવાએ કહ્યું કે, લલિત વસોયાએ નટુ ગાંડાને ઊભો કકરી અમારા પર હુમલો કરાવ્યો હતો. પંકજ પટેલના અવસાન સમયે લલિત કગથરા તેમની સાથે હતા. સામાજ માટે તમામ લોકો આવ્યા પણ 5 લોકોએ પોતાના ઘર ભર્યા છે. પંકજ પટેલનો કેસ દબાવવામાં પણ પ્રયત્ન કરવામાં આવ્યા, હળવદની અંદર પંકજ સમાજને એક્ઠું કરી શક્તો હતો. મને રિવોલ્વર બતાવીને પણ ધમકાવવામાં આવ્યો હતો.

સાબવાએ વધુમાં કહ્યું કે, સમાજના નામે સંવિધાન બચાવો રેલી કરી હતી. રાત્રી દરમિયાન તમામ લોકે નશામાં ડૂબી ગયા હતા. હાર્દિકના હાથમાં તો મોબાઈલ પકડવાની પણ ત્રેવડ ન હતી. સીડીકાંડમાં પણ હાર્દિકને કેસ કરવા કહ્યું હતું પણ ન કર્યો, સુરતમાં શહિદ યાત્રા કાઢી અલ્પેશ કથિરિયા ઉપર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે હાર્દિક પટેલે કહ્યું કે, આ એ જ દિલીપ સાબવા છે જેણે અમિત શાહ સામે ફોર્મ ભર્યુ હતું. આ જે સાબવા છે જેણે અમિત શાહ સામેથી ફોર્મ પરત ખેંચ્યું છે. ભાજપના લોકો ખરીદવા અને ધમકાવવાનું કામ કરી રહ્યાં છે. 2017માં પણ આવી જ રીતે આક્ષેપ લાગ્યા હતા. 2017માં પણ પૈસા લઇને મારી વિરુદ્ધ પ્રેસ કરાઇ હતી. બોટાદના દિલીપ સાબવા રાજકોટ કેમ પત્રકાર પરિષદ કરે છે. જે 2 ઉમેદવારો જીતી રહ્યાં છે એ લોકોના જ કેમ નામ લેવાયા છે. લલિત વસોયા અને લલિત કગથરા જીતી રહ્યાં છે.

દિલીપ સાબવાના આક્ષેપો અંગે દિનેશ બાંભણિયાએ કહ્યું કે, હું દિલીપ સાબવાની વાત સાથે સહમત નથી તો બીજી તરફ કેતન પેટેલ કે જે પણ એક સમયના હાર્દિકના સાથી રહી ચુક્યા હતા તેમણે કહ્યું કે, ભાજપમાં સેટિંગ કરાવવા માટે દિલીપ સાબવા મારી પાસે આવ્યો હતો.