ચિંતન શ્રીપાલી, વડોદરા: છેલ્લા ઘણા દિવસ થી હાર્દિક પટેલ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરીને રેલી અને સભા ગજવી રહ્યો છે અને આ વખતે સમાજે જવાબ આપી દેવો પડશે અને આ સરકારના અન્યાય સામે ઝુંકવુ નથી એવો સુર વ્યક્ત કર્યો છે. ત્યારે હાર્દિક પટેલે કરજણ તાલુકાના એક ગામમાં રેલી થંભાવી ટુંકુ રોકાણ કર્યું હતુ.  

કરજણ તાલુકા થઈ હાર્દિકની રેલી વિવિધ ગામમાંથી પસાર થઇ હતી. આ રોડ શો ને અભૂતપૂર્વ આવકાર સમગ્ર ગામોમાં મળ્યો હતો. આ રેલી મોડી સાંજે કરજણ તાલુકાના કુરાલી ગામે પહોંચી હતી. કુરાલી ગામમાં હાર્દિક પટેલેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલે કુરાલી ગામમાં ટુંકુ રોકાણ કર્યું હતું અને રેલી રોકવી હતી. કુરાલી ગામમાં પોતાની ધર્મની બેહન અને એમ. એસ. યુનિવર્સિટી અભ્યાસ કરતી જી. એસ પ્રિયંકા પટેલના ઘરે પહોંચ્યો હતો. ત્યાં પ્રિયંકા અને તેની માતાએ કુમકુમ તિલક કરીને હાર પહેરાવીને હાર્દિકને આવકાર આપ્યો હતો. પ્રિયંકા પટેલ એમ.એસ. યુનિવર્સિટીની જી. એસ છે અને હાર્દિકને ધર્મનો ભાઈ માને છે અને હાર્દિક ને રાખડી બાંધે છે. કુરાલી ગામમાં આવતા જ હાર્દિક પ્રિયંકાના ઘરે પહોચ્યો હતો અને કોફી નો સ્વાદ માન્યો હતો.

પ્રિયંકા પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, જે પણ પાટીદાર સમાજનું હિત વિચારતો હશે એ ઉમેદવાર માટે પ્રચાર પ્રસાર કરશે અને એમની જીત માટે વિદ્યાર્થીઓ અને વિસ્તારના તમામ યુવક અને યુવતીઓ ને અપીલ કરશે.  પ્રિયંકા પટેલ હાર્દિક પટેલ સાથે પ્રચાર પ્રસારમાં જોડાઈ છે અને છેલ્લા ઘણા સમયથી હાર્દિક સાથે રહીને પાટીદાર આંદોલનને સમર્થન કરતી આવી છે. પ્રિયંકા પટેલ જ્યારે એકલા હાથે યુનિ.ની યુનિ જી.એસ તરીકે ચૂંટણી લડતી હતી ત્યારે પણ હાર્દિકે પોતાની બેહન જીતે એ માટે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓને અપીલ કરી હતી અને જરૂર પડે તો પ્રિયંકાને વચન આપ્યું હતું કે પ્રચાર માટે આવીશ. પ્રિયંકા પટેલ પોતાના ધર્મના ભાઈ હાર્દિક પટેલ સાથે જ છે અને તમામ સ્થિતિમાં તેની સાથે જ રહીને પાટીદાર સમાજ માટે લડત આપતી રહેશે.