મેરન્યુઝ નેટવર્ક. અમદાવાદ: આજે રાષ્ટ્રજોગ સંદેશમાં ત્રણ કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ સત્તાપક્ષ અને વિપક્ષના અનેક નાતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં ગુજરાતના પણ કેટલાક નેતાઓએ કૃષિ કાયદાનો વિરોધ અને ખેડૂતોને સમર્થન આપતાં નીવેદન આપ્યા હતા. વિપક્ષ દ્વારા ભાજપ ઉપર આક્ષેપ કરવામા આવ્યા કે જો આ કાયદા ખેડૂતોના હીત માટે હતા તો પરત લેવાની ફરજ કેમ પડી.

કૃષિ કાયદા પરત લેવાના નિર્ણય બાદ ગુજરાતમાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કિસાન આંદોલનમા મૃત્યુ પામેલા ખેડૂતો માટે 1 કરોડના વળતરની માગ કરી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે દીલ્હીમાં બની રહેલા નવા સંસદ ભવનના નિર્માણ માટેના 20 હજાર કરોડ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 1 લાખ કરોડનો ખર્ચ ઓછો કરીને ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા 700થી વધુ ખેડૂતોના પરિવારને વળતર ચુકવવું જોઈએ.

Advertisement


 

 

 

 

 

કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાનું મંતવ્ય જણાવ્યું હતું કે, આજે ખેડૂતો અને તેમના આંદલનનો વિજય થયો છે. ભાજપની તાનાશાહીથી શહીદ થયેલા ખેડૂતોનો આ વિજય શ્રદ્ધાંજલીના રૂપમાં અર્પિત છે. ભાજપના નેતાઓ અત્યારસુધીમાં કૃષિ કાયદાઓના ફાયદાઓ જણાવતા હતા, હવે તેઓ આ કાયદાઓ પરત લેવાના ફાયદાઓ ગણાવશે. બીજી તરફ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે સંઘર્ષ અને સત્યની હંમેશાં જીત થાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતનેતા અને કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું હતું કે પહેલીવાર વડાપ્રધાને નમતું જોખ્યું છે. અત્યારસુધીમાં અનેક ખેડૂતો શહીદ થઈ ગયા છે. પહેલાં કાયદાઓ રદ કર્યા હોત તો ખેડૂતો બચી ગયા હોત. ઉત્તરપ્રદેશમાં ભાજપ સત્તા ગુમાવે એવો સર્વે આવ્યો, એટલે કાયદા પાછા ખેંચ્યા છે.
 

Advertisement