મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ સુરતમાં બનેલી આગની ઘટનાએ ગુજરાતને ઝંઝોળી મુક્યું છે, જોકે આ આગને પગલે સરકારી દફ્તરોમાં આંધી પણ આવી છે પરંતુ કદાચ તમામ હજુંય વિચારી રહ્યા છે કે આ ઘડી ભરનું છે. આજે મૃતકોના પરિવાર સાથે લોકો પણ ન્યાયની માગ કરી રહ્યા છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ આ અંગે ન્યાય માટેની માગ સાથે ધરણા શરૂ કરવાનું નક્કી કર્યું છે.

હાર્દિક પટેલે કહ્યું કે, સુરતમાં લાગેલી આગની ઘટના બાદ મને એવું લાગતું હતું કે સરકાર બાળકોના પરિવારને ન્યાય અપાવશે પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી. હું સુરતમાં આગની ઘટનામાં સ્વર્ગીત બાળકોના પરિવારને ન્યાય અપાવીશ અને તેની જવાબદારીથી દૂર ભાગનાર અધિકારીઓને સજા અપાવીશ. આજ હું સુરતમાં આગની ઘટનામાં સ્વર્ગીય થયેલા બાળકોના પરિવારને મળીશ. સરકારને 12 કલાકનો સમય આપુ છું સુરતના મેયરનું રાજીનામું લેવાય તથા આ બિલ્ડીંગ બનાવવાની સ્વીકૃતિ આપનાર અધિકારીઓ તથા સમય પર ઘટના સ્થળ પર ન પહોંચનાર ફાયર બ્રીગેડના અધિકારી પર કેસ ફાઈલ થાય. ગુજરાતની ભાજપ સરકાર સ્વર્ગીય થયેલા બાળકોના પરિવારને ન્યા ન અપાવી શકે તો આજે સાંજથી હું સુરત મ્યુનીસિપલ કોર્પોરેશન કચેરી સામે ધરણા પર બેસીસ. એક તરફ માતમ છે અને બીજી તરફ ભાજપનો પોતાનો વિજય ઉત્સવમાં તે વ્યસ્ત છે. સુરતની જનતાથી કરોડો રૂપિયાનો ટેક્સ લેવાય છે પરંતુ સુવિધા નહીં.