મેરાન્યૂઝ નેટવર્ક.પાલનપુરઃ નાર્કોટિક્સના ગુનામાં પાલનપુર જેલમાં બંધ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને આજે 300 બહેનો રાખડી બાંધવા જવાની હોવાનો કાર્યક્રમ હતો. જેમાં તેમની સાથે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ હતા. જોકે આથી ઉપરાંત દેશ વિદેશથી સંજીવ ભટ્ટ માટે 25,000 રાખડીઓ આવી છે. આ બાબતમાં હાર્દિક પટેલ જોડાતાં મામલો વધી ન જાય તે થકી હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી છે.

સવરાથી જ પાલનપુર જેલ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કાયદાના પાલનને લઈ અટકાયત કરાઈ હોવાનું કહેવાયું છે. જોકે હાર્દિક પટેલે આ અંગે ગઈકાલે જ કહ્યું હતું કે, અમે સંજીવ ભટ્ટને મળવા પોલીસ અને તંત્રના સહયોગની આશા રાખીએ છીએ. પરંતુ આખરે જ્યારે આજે હાર્દિક પટેલ 300 બહેનો સાથે પાલનપુર જેલના રખડી બાંધવાના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી.