મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે આગામી મહિનાઓમાં પેટાચૂંટણીઓ આયોજીત થવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસે તેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલનથી રાજકારણમાં પ્રવેશેલા હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યાકારી અધ્યક્ષ પદે નિમણૂક કરી મહત્વનો નિર્ણય કર્યો છે. સાથે જ અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદે યથાવત રહેશે. આમ કોંગ્રેસે એકસાથે ક્ષત્રિય અને પાટીદાર એમ બંનેને રિઝવવાનો પ્રયાસ કર્યો છે.

ઉપરાંત તાત્કાલિક અસરથી અન્ય જિલ્લાના પ્રમુખની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં આણંદ જિલ્લાના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ એચ. પરમાર, સુરત જિલ્લાના પ્રમુખ તરીકે આનંદ ચૌધરી અને દેવભૂમિ દ્વારકાના જિલ્લાના પ્રમુખ તરીકે યાસીન ગજ્જનની નિમણૂંક કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવતા અધ્યક્ષ અમિત ચાવડાએ ટ્વિટ કરીને શુભેચ્છાઓ પાઠવી છે.

हमारे युवा साथी @HardikPatel_ को @INCGujarat के कार्यकारी अध्यक्ष बनाये जाने पर हार्दिक शुभकामनाएं।
जन हित की लड़ाई साथ मिलकर ओर मजबूती से लड़ेंगे।
नवनियुक्त जिला कांग्रेस अध्यक्षो को भी नई जिम्मेदारी के लिए शुभकामनाएं । pic.twitter.com/cHCw3ducBd

— Amit Chavda (@AmitChavdaINC) July 11, 2020