મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: આઈપીએલની 13મી સીઝનની શરૂઆતના હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ટૂર્નામેન્ટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ટીમોના પ્લાનથી માંડીને મેચ જીતવાની શક્યતા સુધીની વાતો લોકો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર સ્પિનર ​​હરભજન સિંહે એક ટ્વિટ કરીને લોકોના મનમાં અનેક સવાલો ઉભા કર્યા છે.

ભારતીય સ્પિનર હરભજન સિંહે એક ટ્વીટ કરીને કંઈક મહત્વની આગાહી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ટ્વિટ IPLની વર્તમાન સીઝનના સંબંધમાં છે. તેમણે લખ્યું – આ દિવસોમાં ક્રિકેટ ખૂબ જ ચર્ચામાં છે અને મને હમણાં જ એવી કંઈક માહિતી મળી છે કે જે તમારો ક્રિકેટ જોવાનો નજરિયો કાયમ માટે બદલીને રાખી દેશે. આ સાથે તેણે ટેગ #CricketKaKhulasa લખ્યો છે.

જોકે એ તો ફક્ત ભજ્જીને જ ખબર કે તે શું કહેવા માગે છે. પરંતુ ફેન્સ એનું માની રહ્યા છે કે તે ફક્ત આઈપીએલ -2020 તરફ જ ઈશારો કરી રહ્યો છે. કેટલાકે કંઈક સારું જાહેર કરવા અપીલ પણ કરી છે. તો કેટલાક યુઝરોએ પ્રશ્નો પણ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે કોવિડ-19 કારણે ટૂર્નામેન્ટને યુએઈમાં દેશની બહાર રમવામાં આવી રહી છે. આઈપીએલ 2020 ની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરના રોજ બે મોટી ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. જો કે આ મેચમાં હરભજન સિંહ જોવા નહીં મળે. તેણે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે તેના પરિવાર સાથે સમય વિતાવવા માંગતો હતો. તેમના સિવાય સુરેશ રૈનાએ પણ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછા ખેંચી લીધું છે. યુએઈ ગયા બાદ તે ઘરે પરત આવ્યો હતો.