મેરાન્યૂઝ નેટવર્ક.હાલોલઃ પંચમહાલ જીલ્લાના હાલોલ નગરના એસટી ડેપો મેનેજર પાસે ડ્રાઈવર દ્વારા બસનો ફિક્સરૂટ આપવામા આવે તેવી રજુઆત કરવામા આવતા ડેપો  મેનેજર દ્વારા રૂપિયા 10,000 લાંચની માંગણી કરવામા આવી હતી. ડ્રાઈવર દ્વારા ગોધરા એસીબીને ફરિયાદ કરવામા આવતા છટકુ ગોઠવામા આવતા એસ.ટી ડેપો મેનેજર ડેપોના વર્કશોપના કમ્પાઉંડમાં  રૂપિયા 10,000ની લાંચ લેતા એસીબીની ટીમના  હાથે આબાદ ઝડપાઈ ગયા હતા.આ મામલે એસીબી પોલીસ ટીમ દ્વારા ડેપો મેનેજર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

Advertisement


 

 

 

 

 

પ્રાપ્ત વિગતો અનૂસાર ફરિયાદી હાલોલ ખાતે આવેલા એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.તેઓને દાહોદથી સુરતના ફિક્સરૂટ ઉપરથી રોટેશન રૂટ ઉપર ઉતારવામાં આવ્યા હતા.જેથી ફરીયાદી ડ્રાઈવરે હાલોલના એસટી ડેપો મેનેજર હેમંતકુમાર જગદીશચંદ્ર પટેલ ફિક્સ રૂટ આપવા જણાવ્યુ હતૂ. ફિક્સ રૂટ આપવાના કામે મેનેજર દ્વારા રૂપિયા લાંચની માંગણી કરવામાં આવી હતી.પરંતુ ડ્રાઇવર લાંચ આપવા માંગતા ન હોય તેમને ગોધરા ખાતે આવેલી  એસીબી કચેરીનો સંપર્ક સાધ્યો હતો.જ્યા ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરવામા આવ્યુ હતૂ.જ્યા ડેપો મેનેજર રૂપિયા લાંચ લેતા એસટી વર્કશોપના કમ્પાઉંડમાં ગોધરા એ.સી.બીની ટીમના હાથે ઝડપાઈ ગયા હતા.એસીબીએ લાંચની 10,000ની રકમ રીકવર કરી હતી.

ગોધરા એ.સી.બી.પોલીસ સ્ટેશન પીઆઈ જે.એમ.ડામોરની ટીમ અને સુપરવિઝન અધિકારી એસ.એસ.ગઢવી મદદનીશ નિયામક એ.સી.બી.વડોદરા એકમના માર્ગદર્શન હેઠળ ગોઠવામા આવેલી ટ્રેપ સફળ રહી હતી.ડેપો મેનેજર એસીબીની ટ્રેપમા ઝડપાયા હોવાની વાત વાયુવેગે ફેલાતા પંચમહાલના એસ.ટી.તંત્રમા ખળભળાટ મચી જવા પામ્યો હતો.