ઈબ્રાહીમ પટેલ  (મેરાન્યૂઝ.મુંબઈ): સાઉદી અરેબિયાના સત્તાવાળાઓએ મક્કા શહેરના કાબા શરીફ સ્થિત મસ્જિદ-એ-હરમ શરીફમાં આવેલા હજર-એ-અસ્વદ (પવિત્ર કાળા પથ્થર)ની ખુબજ નજીકથી ક્રિસ્ટલ ક્લિયર કલોઝઅપ તસ્વીર, ઇતિહાસમાં પહેલી વખત સોમવારે લીધી હતી. સોમવારે સાઉદી અરેબિયાના માહિતી પ્રધાનના સલાહકારે જણાવ્યું હતું કે ૪૯,૦૦૦ મેગાપિક્સેલ ગ્લાસ કેમેરાથી આ તસવીર લેવા માટે સાત કલાક જેટલો સમય લાગ્યો હતો.

તેમણે કહ્યું કે આ પવિત્ર કાળો પથ્થર આમ તો જન્નત (અવકાશી)માંથી અવતારી આવેલો છે, અને પહેલી વખત અત્યંત હાઇ રિજૉલ્યૂશન કેમેરાથી લેવાયેલી આ તસ્વીર, સૂચવે છે કે જન્નત (પેરેડાઈઝ) કેટલું સુંદર હશે. એવું માનવામાં આવતું હતું કે કાબા શરીફની પૂર્વદિશાના ખૂણે આવેલા પવિત્ર હજર-એ-અસ્વદ (પવિત્ર કાળો પથ્થર) આખ્ખો અખંડ એક જ પથ્થર છે અને તેને ચાંદીની વિશાળ ફ્રેમમાં જડવામાં આવ્યો છે.

વાસ્તવમાં તે ૮ અલગ અલગ નાના નાના પથ્થરોનો બનેલો અને તેને કાશાક કેમિકલથી (ગમ ઓઇલબામ કરી) ચોટાડવામાં આવ્યા હશે, એવું માનવામાં આવે છે. સૌથી નાનો પથ્થર માત્ર ૧ સેન્ટિમીટરનો અને સૌથી મોટો બે સેન્ટિમીટર કરતાં મોટો નથી. આ પવિત્ર પથ્થરની સુરક્ષાયંત્રણામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે તેને અણીશુધ્ધ ચાંદીની ફ્રેમમાં જડવામાં આવ્યો છે.   


 

 

 

 

 

આખા વિશ્વમાં અસંખ્ય ધર્મો છે, તે બધાના પવિત્ર પ્રાર્થના સ્થળ એ સામાન્ય બાબત છે અને તેને પોતાના જીવનમાં ઉચ્ચ સ્થાને મૂકે છે. આ  બાબતે તમામ ધર્મના લોકો પોતાની આસ્થાના સ્થળ બાબતે અત્યંત સંવેદનશીલ હોય છે. ઇસ્લામમાં પણ આવું એક પવિત્ર સ્થળ છે કાબા શરીફ, જીવનમાં એક વખત હજ પઢવા જવું એ દરેક મુસ્લિમની ફરજ છે, જે પાંચ ઈસ્લામિક સિધ્ધાંતો માનો એક છે. જગતભરના મુસ્લિમો હજર-એ-અસ્વદને ચૂમવા અને ઇસ્લામને તાબેદાર થઈને સમસ્ત માનવ જાતને એક જ ગણવાનો અનન્ય આનંદ પ્રાપ્ત કરી પોતાના વતન પાછા ફરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.