મેરાન્યૂઝ નેટવર્ક.ઈસ્લામાબાદઃ કુલભૂષણ જાધવ મામલામાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ (આઈસીજે)માં મોંઢાની ખાવી પડ્યા બાદ પણપાકિસ્તાન તેને પોતાની જીત બતાવવામાં લાગી ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે નિવેદન જાહેર કરી તેને પોતાની સફળતા બતાવવામાં લાગી ગયું છે. આજે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પણ તેને ઈસ્લામા બાદની જીત કહેતા કહ્યું કે તે આ મામલામાં કાયદા અંતર્ગત આગળ વધ્યા. આપને જણાવી દીઈએ કે આઈસીજેએ બુધવારે જાધવની ફાંસી પર રોક લગાવવાનો નિર્ણય કરતાં કહ્યું હતું કે તે પોતાના નિર્ણય પર ફરી વિચાર કરે.

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાતે જાધવ પર આઈસીજેના નિર્ણયનું સ્વાગત કરતાં ટ્વીટ કર્યું કે, આઈસીજે એ કુલભૂષણ જાધવને છોડવા અને ભારતને પાછો સોંપવાનું નથી કહ્યું. તે પાકિસ્તાનના નાગરિકો સામે અપરાધનો દોષી છે. પાકિસ્તાન કાયદા મુજબ આગળ કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે આઈસીજેએ પોતાના નિર્ણયમાં કહ્યું કે પાકિસ્તાનને ભારતીય નાગરિકને મોતની સજાની સમીક્ષા કરવી જોઈએ જે પાકિસ્તાનની એક સૈન્ય અદાલતે જાસૂસી અને આતંકવાદના આરોપમાં સંભળાવી છે. ન્યાયાધીશ અબ્દુલકાવી અહમદ યૂસુફની અધ્યક્ષતા વાળી આઈસીજે પીઠએ જાધવને દોષી માનવા અને તેમને સંભળાવાયેલી સજાની પ્રભાવિ સમિક્ષા અને પુનર્વિચારનો આદેશ આપ્યો છે.