મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાની દીકરીઓ અનેકક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે જીલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા  ભિલોડા ના માકરોડા ગામની કેયા વાજા મિસ ઇન્ડિયા-૨૦૧૯ સ્પર્ધામાં બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફિડન્સ ક્ષેત્રે અદ્દભુત પ્રદર્શન કરતા એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો ઇન્ડોનેશિયા ખાતે યોજાનાર મિસ ઇન્ટરનેશનલ સ્પર્ધા-૨૦૧૯માં ગુજરાત રાજ્યને રિપ્રેઝન્ટ કરી વિજેતા બનવા તૈયારીઓ હાથધરી છે. કેયા વાજાએ મોડલિંગ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા અને પોતાની સુંદરતા નીખારવા તેણીએ અનેક ચઢાવો ચડ્યા અને મીસ ઈન્ડીયાનુ મુકામ સુધી પણ પહોચી ગઈ હતી પરંતુ મીસ ઈન્ડીયા ના ખિતાબ થી દુર રહી ગઈ અને હાલ મીસ ઈન્ડીયા ઈન્ટરનેશનલ 2019માં ભાગ લેવા તત્પર બની છે.

મોડેલીંગ ક્ષેત્રે છેલ્લા બે વર્ષથી કામ કરતી કેયા વાજાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે . ૨૨ વર્ષિય કયા વાજા અરવલ્લી જીલ્લાના ભીલોડા ગામની છે અને તાજેતરમાં તેમણે ૨૦૧૯ મીસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો . તેમાં બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફીડન્સનો એવોર્ડ મેળવ્યો હતો .ઈન્ડિયા ૨૦૧૯માં ભાગ લીધા બાદ હાલ તે મીસ ઈન્ડિયા ઈન્ટરનેશનલની તૈયારી કરી રહી છે . જેનો શો ઈન્ડોનેશિયામાં થશે . જેમાં તે ગુજરાત તરફથી રીપ્રેઝન્ટ કરશે . અત્રે ઉલ્લેખનીય છે કે કે યા વાજા મોડેલીંગની સાથે સાથે એકટીંગ પણ કરે છે . ' પ્યાર મે તેરે ' સોંગનું શુટીંગ પૂર્ણ કર્યું છે . જેમાં શ્રેયા ઘોસાલ અને ઉદીત નારાયણે અવાજ આપ્યો છે જે ટૂિંક સમયમાં રીલીઝ થશે . મોડેલીંગમાં આગળ વધવા વિશે કેયા કહે છે કે મારા ફેમીલીનો બહુ જ સપાર્ટ છે.

કેયા વાજાએ મેરન્યુઝના પ્રતિનિધિ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારો જન્મ ભીલોડા માં જ થયો છે અને ૧૨ સાયન્સનો અભ્યાસ પણ ભિલોડા ખાતે પૂર્ણ કરી આગળ બીએસસીનો અભ્યાસ કરવા અમદાવાદ ગઈ હતી અને કોલેજ પુરી કર્યા બાદ બાળપણથી મોડલિંગ ક્ષેત્રે લગાવ હોવાથી મોડલીંગ કરવાની શરૂઆત કરી હતી અને મોડલિંગ ક્ષેત્રે સફળતા મળતા  મીસ ઈન્ડીયા 2019માં ભાગ લીધો હતો જેમાં બે એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે અને આગામી સમયમાં ઈન્ડોનેશિયા ખાતે યોજાનાર મીસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્પર્ધા-૨૦૧૯માં ગુજરાત રાજ્યને રિપ્રેઝન્ટ કરવા માટે તડામાર તૈયારીઓ હાથધરી વિજેતા બનવા નીર્ધાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં ફિલ્મી ક્ષેત્રે હિરોઈન તરીકે લીડ રોલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી મોડલિંગ ક્ષેત્રે તેના પરિવારજનોનો પુરેપુરો સુપોર્ટ કરતા સફળતા મળી હોવાનું જણાવ્યું હતું કેયાનુ સ્વપ્ન છે કે તે મિસ ઓબિર્ટ વલ્ડ વાઈડ પેજન્ટમાં જવાનુ છે કે જેમાં 40 થી 50 દેશની છોકરીઓ સામે ભારતનુ પ્રતિનિધીત્વ કરતી હોય છે કેયા વાજાના મોડલિંગ ક્ષેત્રે કરાવેલ ફોટોશૂટ કરાયેલ ફોટો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.