મેરાન્યૂઝ નેટવર્ક.ન્યૂ યોર્ક/સુરતઃ અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ અત્યાર સુધી ઘણી બની છે. અમેરિકાના ગન કલ્ચરને લઈને માત્ર ગુજરાતીઓ જ નહીં પણ ત્યાંના સ્થાનીકો પણ ઘણીવાર તેનો શિકાર બન્યા છે. અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા એક 19 વર્ષિય ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મૂળ સુરતના આ યુવકનું નામ જય પટેલ છે, જેની લાશ હત્યા બાદ ફેંકી દીધેલી હાલતમાં મળી હતી.

મૂળ સુરતના ઓલપાડ ખાતે આવેલા મુળદ ગામનો રહેવાસી જય છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાયી છે. જયની લાશ ત્યારે મળી જ્યારે સવારે એક મહિલા પોતાના ડોગને લઈને વોકિંગ કરી રહી હતી. એક લાલ રંગની કારમાંથી જયનો મૃતદેહ ફેંકાયો તે આ મહિલા જોઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ પોલીસ સમક્ષ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સીસીટીવી ફૂટેજના આધારે કાર અને આ હત્યાના આરોપીઓ મળી જશે તેવી પોલીસને ખાતરી છે. જયની હત્યામાં ગોલી સીધી તેની છાતીના ભાગે મારવામાં આવી હતી.