મેરાન્યૂઝ નેટવર્ક.ભરૂચઃ સાઉથ આફ્રીકામાં એક ગુજરાતી યુવક પત્ની અને બાળકો સાથે સ્થાયી થયો હતો, તે યુવકની લૂંટના ઈરાદે હત્યા થઈ છે. તે સાઉથ આફ્રિકાના વેન્ડા શહેરમાં રહેતો હતો. યુવકના મોતની માહિતી ઘરે પહોંચતાં જ પરિવાર શોકમાં સરી પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચમાં ભેંસલી ગામના વતની અને હાલ છેલ્લા 12 વર્ષથી સાઉથ આફ્રિકાના વેન્ડા શહેરમાં સ્થાયી થયેલા જાવેદ પટેલ શુક્રવારની નમાજ બાદ ઘર તરફ જઈ રહ્યા હતા. આ વખતે કેટલાક શખ્સોએ તેમની કારનો પીછો કર્યો હતો. જે પછી તે શખ્સોએ તેમના પર ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. શખ્સોએ કારને થોભાવવાના પ્રયાસમાં ફાયરિંગ કર્યું. જે ફાયરિંગમાં જાવેદને ગોળી વાગી ગઈ હતી. જાવેદને ગોળી વાગતા તેનું મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાતના પરિવારોએ વિદેશમાં રહેતા ઘણા ગુજરાતીઓને ગુમાવ્યા છે. થોડા વખત અગાઉ બે યુવકો ને તે પછી કડીના એક યુવકનો પણ ભોગ લેવાયો હતો.