મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે આજે ગુજરાતના સંગીત રત્ન સ્વર્ગીય મહેશ- નરેશ ને કળા અને સંગીતના ક્ષેત્રે ઉત્તમ યશસ્વી કામગીરી બદલ પદ્મશ્રી આપવામાં આવ્યો છે, જેના પગલે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

ભારત સરકાર તરફથી આપવામાં આવતા આ સન્માન ને મરણોત્તર આપવામાં આવ્યું છે. ભારત સરકારે સન્માન પણ એક સાથે જ પદ્મશ્રી આપીને કર્યું છે. સરકારે પણ આ બંને મહાનુભાવોને અલગ ગણ્યા નથી. હવે પદ્મશ્રી મહેશ-નરેશ પણ સાથે જ બોલાશે. આ પ્રકારનું આ પ્રથમ સન્માન છે. જ્યાં બે વ્યક્તિને એક જ ગણવામાં આવ્યા હોય. ઉત્તર ગુજરાતના પાટણ નજીકના કનોડા ગામના મહેશ નરેશ ભારે સંઘર્ષ પછી લોકપ્રિયતાની ચરમ સીમા એ પહોંચ્યા હતા. તેમણે જે કાઈ મેળવ્યું તે સંઘર્ષ થકી જ મેળવ્યું હતું.

Advertisement


 

 

 

 

 

સંગીતકાર, નિર્માતા, અભિનેતા, સ્ટેજ આર્ટીસ્ટ અને જાહેર જીવનમાં સંસદ સભ્ય, ધારાસભ્ય રહી ચુકેલા બંને ભાઈઓએ ગુજરાત અને કળા જગતને પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. જેમની લાંબી સંગીત યાત્રા એક યજ્ઞ સમાન હતી. તેનું ભારત સરકારે આજે પદ્મશ્રી આપી સન્માન કર્યું છે. ગુજરાતના કલા ક્ષેત્રમાં એક સાથે બે ભાઈને પદ્મશ્રી મળ્યો હોય તેવો આ પ્રથમ બનાવ છે અને તેમજ સામાજિક ક્ષેત્રે પણ પદ્મશ્રી મળ્યો હોય તેવો પણ આ પ્રથમ બનાવ છે. જોકે ઘણા લાંબા સમય પછી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પણ આ એવોર્ડ આવ્યો છે. જે ફિલ્મ ઉદ્યોગ માટે પણ અત્યંત ગોરવ અને આનદ નો વિષય છે. વર્ષો સુધી ગુજરાત ની પ્રજાનું મનોરજન કરવા બદલ તેમના પ્રશંસકો કલા જગતની આ બેલડીના ઋણી રહેશે તે નક્કી બાબત છે.

(અહેવાલ અને તસવીરો સહાભારઃ દિપકસિંહ રાઠોડ, સાબરકાંઠા)