જયંત દાફડા (મેરાન્યૂઝ.બનાસકાંઠા): બનાસકાંઠાના જગાણા ગામે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા હતા જેને કારણે ભાજપમાં મોટું ગાબડું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી 2022 થવાની છે તેની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. આ વખતે ગુજરાતની જનતાને ભાજપ અને કોંગ્રેસ સિવાય એક ત્રીજો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસરો કરવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમા જન સંવેદના મુલાકાત કરી રહી છે. 

આમ આદમી પાર્ટીમાં પૂર્વ પત્રકાર જોડાયા બાદ અનેક નેતા અને કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતના જણીતા ગાયક કલાકાર વિજય સુવાળાએ પણ આપનો ખેસ પહેરી લીધો છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં કાર્યક્રમ કરીને ભાજપ કોંગ્રેસના મત વિસ્તારોમાં ગાબડું પાડી રહ્યું છે. 

બનાસકાંઠામાં જગાણા ગામે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાણી, વિજય સુવાળાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિજય સુવાળાએ પોતાના અંદાજમાં આમ આદમી પાર્ટી માટે ગીત ગાયું હતું અને કયું હતું કે, હું સીધી ભાષામાં વાત કરીશ રાજકારણની ભાષા મને ફાવતી નથી. આપણે એક લોક સેવક તરીકે જોડાયા છે રાજનેતા તરીકે નહીં. લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટી મને માધ્યમ મળ્યું છે એટ્લે હું બધુ મુકીને હું આપમાં જોડાયો છું.  

Advertisement


 

 

 

 

 

વિજય સુવાળાની સીધી ભાષાએ ભાજપના કાર્યકર્તાનું મન જીતી લીધું હતું. જેથી 1000થી વધુ ભાજપના લોકોએ કમળ મુકીને ઝાડુ પકડવાનો નિર્ણય કર્યો હતો.  વિજય સુવાળાએ તમામ લોકોને આદમી પાર્ટીનો ખેસ પેહરાવીને આવકાર્યા હતા.