મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે પોતાની આગવી છટામાં વિપક્ષને આડેહાથ લીધો છે. જ્યાં ગુજરાતની ભાજપ સરકાર પોતાના શાસનના 5 વર્ષની ઉજવણી કરી રહી છે ત્યાં વિપક્ષ દ્વારા પણ તેમના વિરોધના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા છે. આજે ઉજવણીના પહેલા દિવસે રુપાણીએ કહ્યું કે કમળો હોય તેને બધું પીળું દેખાય. સરકાર આજથી 9મી ઓગસ્ટ સુધી ઉજવણી કરવાની છે.

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી દરમિયાન પત્રકાર પરિષદ સંબોધતા વિજય રુપાણીએ કોંગ્રેસ નેતા અમિત ચાવડાને પણ આડેહાથ લેતા રાજકીય ગરમાવો આવે તેવું વાતાવરણ સર્જાયું છે. રુપાણીએ હસ્તા મોંઢે કહ્યું કે, મારે શું કહેવું એમની ઘડીઓ ગણાઈ રહી છે. નફ્ફટ થઈને આવા નિવેદનો કરે છે. તેનો કોઈ મતલબ નથી. અમિત ચાવડા આટલા વર્ષો સુધી શિક્ષણ નીતિ સામે પ્રશ્નો કરે છે કોંગ્રેસે શું કર્યું શિક્ષણ માટે? નરેન્દ્રભાઈએ શિક્ષણનો વ્યાપ વધાર્યો છે.

વિજય રુપાણીએ આ દરમિયાન શિક્ષણ માટે સરકારે શું કામો કર્યા તે કામો ગણાવ્યા હતા અને કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. અહીં સોશિયલ ડિસ્ટન્સ અને ઓછા લોકોની હાજરી સાથે મહાત્મા મંદિરમાં ઉજવણીનો કાર્યક્રમ થયો હતો.