મેરાન્યૂઝ નેટવર્ક, નખત્રાણા: શહેરના રામદેવનગરમાં રહેતો પરિવાર મારુતિ વાનમાં આજે બિબ્બર ગામે માતાજીના મંદિરે દર્શન કરવા જઇ રહ્યો હતો. ત્યારે અરલ ફાટક પાસે અચાનક જ વાનમાં આગ લાગી હતી. જેમાં વાનમાં સવાર ત્રણ બાળકોના આગમાં મોતને ભેટ્યા હતા. જ્યારે તેમાં સવાર 10 લોકો દાઝતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મારુતિ વાનમાં પેટ્રોલ અને સીએનજી કીટ હતી. જેથી આગ લાગતા જ ગણતરીની સેકન્ડ્સમાં આગની લપેટમાં વાન આવી ગઇ હતી અને બાળકો પોતાનો જીવ બચાવી બહાર નિકળી શક્યા ન હતા. આગમાં દાઝેલા લોકોના નામ કરશનભાઇ ભદ્રુ, બિંદિયાબેન ભદ્રુ, વર્ષાબેન ભદ્રુ, રસીલાબેન જેપાર, લક્ષ્મીબેન જેપાર, જ્યોત્સનાબેન, હીરાબેન ભદ્રુ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક બાળકોના નામ હજુ સુધી જાણી શકાયા નથી.