પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણા દેશમાં કામ કરનારની ભાગ્યે જ કદર થાય છે, ખાસ કરી પોલીસ અને સીકયુરીટી ફોર્સમાં કામ કરનાર અધિકારીને બદલે વગ ધરાવતા અધિકારી એવોર્ડ લઈ જતા હોય છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા છેલ્લાં ચાર વર્ષથી ખાસ કરી સફળ ઓપરેશન પાર પાડનાર અને ઉત્તમ ઈન્વેસ્ટીગેશન કરનાર પોલીસ અધિકારીઓને સન્માન આપવાની શરૂઆત કરી છે. ચાલુ વર્ષે દેશભરમાં પોલીસ અધિકારીઓને મળનાર સન્માનમાં ગુજરાતના છ પોલીસ અધિકારીની પસંદગી કરવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે ઈન્વેસ્ટીગેશન માટે પસંદ કરવામાં આવેલા પોલીસ અધિકારીમાં ડીસીપી વિધિ ચૌધરી, એએસપી નિતેશ પાંડેય, પોલીસ ઈન્સપેકટર મહેન્દ્ર સાંળુકે, મંગુભાઈ તડવી, દર્શનસિંહ બારડ અને એ વાય બલોચનો સમાવેશ થાય છે. ઈન્સપેકટર બારડ અને બલોચ હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે, દર્શનસિંહ બારડે તાજેતરમાં વડોદરાના ચકચારી સ્વીટી હત્યા કેસનો ભેદ ઉકેલી પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈની ધરપકડ કરી હતી.

જ્યારે સુરતના પોલીસ ઈન્સપેકટર  મહેન્દ્ર સાંળુકે વિદેશ મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો હતો, છ પોલીસ અધિકારીઓમાં બે આઈપીએસ પણ જેમાં વિધી ચૌધરી અને નિતેશ પાંડેય છે.