મેરાન્યૂઝ નેટર્વક.વડોદરાઃ વડોદરાના એક યુવકે વડોદરા પોલીસ કમિશ્નર શમશેરસિંહને ચેલેન્જ કરીને કહ્યું હતું કે જો વડોદરા પોલીસ કમિશ્નર ભાજપ પાસે ચુસ્તપણે પાલાન કરાવે તો પોલીસ કમિશ્નરની ગાડીમાં 1 વર્ષ સુધી પેટ્રોલ/ડીઝલ તે વ્યક્તિ ભરાવી આપશે. આ મેસેજ તેણે વડોદરા પોલીસ કમિશ્નરને પણ મોકલ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં વડોદરામાં ટ્રાફીક ચેમ્પ નામનું અભિયાન ચાલે છે. જેમાં નિયમોનું પાલન કરનારા વ્યક્તિઓને 100 રૂપિયાના પેટ્રોલની જાહેરાત વડોદરા કમિશનર દ્વારા કરવામાં આવી હતી. જે નવતર અને આવકારદાયક પગલું લોકોએ ગણાવ્યું હતું. જેનો સંદર્ભ લઈ આ યુવાને માગ કરી હતી.
Advertisement
 
 
 
 
 
આ માગ વડોદરાના સ્વેજલ વ્યાસ નામના યુવક દ્વારા કરવામાં આવી હતી. થોડા સમય અગાઉ સ્વેજલ વ્યાસે વડોદરા પોલીસ કમિશ્નર વિરુદ્ધ કોર્ટમાં કેસ કરવાની ધમકી પણ આપી હતી. તે ઘટના એવી હતી કે થોડા સમય પહેલા જ્યારે મહામારી માટે સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું કે રાજકીય કાર્યક્રમમાં 400થી વઘુ વ્યક્તિ એકત્રીત ન થવા જોઈએ. ત્યારે ભાજપ દ્વારા 400 વ્યક્તિની પરમીશન વાળી સભામાં હજારો લોકો એકત્રીત કરવામાં આવ્યા હતા. જેના વિરોઘના પગલે ટીમ રેવોલ્યુશનના સ્વેજલ વ્યાસે વડોદરા પોલીસ કમિશ્નરને આ મેસેજ કર્યો હતો.
ટીમ રેવોલ્યુશન અને સ્વેજલ વ્યાસ સામાજીક કામો સાથે સંકળાયેલા છે. થોડા સમય પહેલા સામાજીક સેવા દરમિયાન વડોદરા પોલીસ દ્વારા સ્વેજલ વ્યાસની અટકાયત કરવામાં આવી હતી. તેમનો આક્ષેપ હતો કે તેમની અટકાયત ભાજપના કહેવાથી કરવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપ દ્વારા જાહેરનામાનો ભંગ થતા કાર્યક્રમ થતા સ્વેજલ વ્યાસ વિરોઘ કરતા રહ્યા છે.
આ વખતે સ્વેજલ વ્યાસે વડોદરા પોલીસ કમિશ્નરને માગ કરી છે કે જો વડોદરા પોલીસ કમિશ્નર ભાજપ પાસે ચુસ્તપણે કોરોના ગાઈડલાઈન્સનું પાલાન કરાવે તો પોલીસ કમિશ્નરની ગાડીમાં 1 વર્ષ સુધી પેટ્રોલ/ડીઝલ તે ભરાવી આપશે.