હેમિલ પરમાર (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ વધવાને કારણે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના આદેશ અનુસાર તા. ૧૨-૦૪-૨૦૨૧ અને તા. ૨૩-૦૪-૨૦૨૧ તેમજ ત્યારબાદની યોજાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં હાલ પૂરતી તા. ૧૦ એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજ બંધ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના આદેશ અનુસાર, પ્રવર્તમાન Covid-19 મહામારી ના સંદર્ભે તા.૧૨-૦૪-૨૦૨૧ તેમજ તા. ૨૩-૦૪-૨૦૨૧ના રોજથી ત્યારબાદ તમામ શરૂ થનાર યુનિવર્સિટીની પરીક્ષાઓ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવી છે. આગામી દિવસોમાં પરીક્ષા ઓનલાઈન અથવા તો ઓફલાઈન મોડથી લેવામાં આવશે તેના વિકલ્પની પસંદગી માટે પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

થોડા દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોરોના કાળ વચ્ચે  તા.૨૬-૦૩-૨૦૨૧ ના રોજ પોસ્ટ ગ્રેજ્યુએશનની M. com સેમેસ્ટર -૦૧, M.A  સેમેસ્ટર -૦૧, M.sc સેમેસ્ટર - ૦૧ ની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવી હતી.