મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ સવારના સમયે દૂધની થેલી મળે કે ન મળે પણ દારૂની થેલીઓ મળે છે. ઉના પોલીસે પ્રોહી મુદામાલ સાથે કુલ કિ.રૂ.૩,૨૯,૨૦૦/-નો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યા છે. કંસારી વાવરડા જતા રોડ ઉપર પંચાયત ઓફીસ સામે મીની બસ તથા ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમને ઝડપી પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા મદદનીશ પોલીસ અધિક્ષક વેરાવળ ઓમ પ્રકાશ જાટએ પ્રોહિ, જુગારની પ્રવૃતી નેસ્ત-નાબુદ કરવા કડક સ્ટાફને સૂચના આપી હતી. ઉના પોલીસની અલગ અલગ ટીમ બનાવી પ્રોહી, જુગાર અંગે સુચના માર્ગદર્શન આપ્યું જે અંગે એ.એસ.આઇ કે.એન.બાકીયા તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ. કોન્સ. પી.પી. બાંભણીયા તથા એ.પી. જાની તથા વિશાલભાઇ અભેસિંહ તથા પો.કોન્સ.વિજયભાઇ હાજાભાઇ તથા સંદિપસિંહ વલ્લભભાઇ તથા કનુભાઇ નાજાભાઇ તથા જશપાલસિંહ પ્રતાપભાઇ પો.સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.હેડ.કોન્સ.પી.પી.બાંભણીયા તથા પો.કોન્સ.જશપાલસિંહ પ્રતાપભાઇ નાઓને સયુકત બાતમી મળી કે કંસારી ગામથી વાવરડા જતાં રોડ ઉપર ક્રિષ્ના ટ્રાવેલ્સ સફેદ બસ તથા ગુલાબી કલરના પટ્ટાવાળી જેના રજી નંબર GJ-17-w-0206 વાળીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે અને બસ પડેલ છે. તેવી હકીકત મળતા ત્રણ આરોપીઓ (૧) ઉપેન્દ્રસિંહ ભુપતસિંહ રાઠોડ જાતે-દરબાર ઉ.વ.૩૫ ધંધો-ડ્રાઇવીંગ રહે.કંસારી વાવરડા રોડ પ્લોટ વિસ્તાર તા. ઉના જી. ગીર સોમનાથ (૨) ધીરૂ બીજલભાઇ સોલંકી જાતે-અનુ. જાતી ઉ.વ.૪૯ ધંધો-ડ્રાઇવીંગ રહે. જુનાગઢ મધુરમ ટીંબાવાડી વંથલી રોડ તા. જી. જુનાગઢ (૩) રાયસિંહ રૂપસિંહ વાળા જાતે-દરબાર ઉ.વ.૫૧ ધંધો-રાજપુત ટ્રાવેલ્સ રહે.ઉના તુલસીધામ સોસાયટી તા. ઉના જી. ગીર સોમનાથ તથા નં. (૪) હાજર નહીં મળી આવેલા હાજીભાઇ કાસમભાઇ મન્સુરી જાતે-મુસ્લીમ રહે. ઉના રહીમનગર આકામના આરોપીઓએ પોતાના હવાલાવાળી ટાટા કંપની ૭૦૯ મીની બસ સફેદ તથા ગુલાબી પટ્ટાવાળી જેના રજી નંબર GJ-17-W-0206 (કિં. રૂ. ૩,૦૦૦૦૦/- )માં ગેરકાયદે રીતે પાસ-પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની દારૂની બોટલો નંગ-૭૩ જે દારૂ ૩૬ લીટર ૫૦૦ એમ.એલ જેની કુલ કિં. રૂ.૨૯,૨૦૦/- મળી કુલ કિં. રૂ. ૩,૨૯,૨૦૦/- ના પ્રોહીબિટેડ મુદામાલ સાથે આરોપીઓ દારૂની હેરા-ફેરી કરતા નં.૧, ૨, ૩ પકડાઇ જઇ તેમજ નં. ૪ હાજર નહીં મળી આવ્યો હાજી કાસમભાઇ મન્સુરી જાતે-મુસ્લીમ રહે.ઉના રહીમનગરનાઓએ સદર મુદામાલ પ્રોહી, દારુ પુરો પાડી એકબીજાએ મદદગારી કરી ગુનો કરેલા હોય તો તેના સામે પ્રોહી. કલમ-૬૫-ઇ, ૮૧, ૯૮ (૨), ૯૯ મુજબના મુદામાલની હેરાફેરી કરી ગુનામાં એક બીજાની મદદગારી કરતા મળી આવી ગુન્હો કરેલ હોય તે અંગે ઉના પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

Advertisement


 

 

 

 

 

ત્યારે ઊનાની નજીકમાં કેન્દ્ર શાસિત દીવ પ્રદેશ હોવાને કારણે ત્યાં દારૂની છુટ્ટી છે તેથી ગુજરાતમાં દીવથી દારૂનો પ્રવેશ દ્વાર બન્યો છે અને મોટા ભાગે દારૂ દીવથી આવતો હોય જોકે પોલીસમાં રહેલા કેટલાકોની છત્ર છાયા નીચે ઘણા સરકી જાય છે. આ વિસ્તારમાં દરેક ગામડામાં મોટા પાયે દેશી દારૂનું વેચાણ થાય છે અને આ દેશી દારૂમાં કેમિકલ અને ગોળની રસીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તંત્રની મીઠી નજર નીચે આ દેશી દારૂનો વેપાર થતો હોય તેવી લોક ચર્ચા થઈ રહી છે, તો હવે આ દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસ પગલાં લેય છે કે કેમ કે લઠ્ઠાકાંડની રાહ જુએ છે ગાંધીના ગુજરાતમાં બૂટલેગરો બેફામ બન્યા છે ત્યારે તેમની સામે કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.