મેરાન્યૂઝ નેટવર્ક, મોડાસા: મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુ.જાતિ સમાજના યુવકના રવિવારે યોજાયેલા વરઘોડામાં ગામના પટેલ સમાજની મહિલાઓએ ભજન-કીર્તન વિઘ્ન સર્જાતા અને રક્ષણ માટે માંગેલ પોલીસબંદોબસ્ત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા બંને સમાજની મહિલાઓ આમને-સામને આવ્યા પછી ઘર્ષણ સર્જાયું હતું અને પથ્થરમારો થતા પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબુમાં લીધી હતી અનુ.જાતિ યુવક જયેશ ના વરઘોડામાં આવેલા  યુવકની બાઈક અટકાવી બાઈક પાછળ બેઠેલા આધેડ પર

એક મહિલા સહીત ૩ લોકોએ લાકડા (આડુ) વડે જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત આધેડને સાર્વજનિક હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો યુવકની ફરિયાદના આધારે મોડાસા રૂરલ ૧ મહિલા સહીત ૩ શખ્શો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

રવિવારે સાંજના સુમારે પાલનપુર ગામનો ૩૦ વર્ષીય યુવક રાકેશ રમણભાઈ  અને નટુભાઈ કચરા ભાઈ બંને ખંભીસર ગામે તેમના સબંધી યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડના વરઘોડામાં આવતા હતા વરઘોડામાં થયેલ ઘર્ષણ થી અજાણ બંને શખ્સોની બાઈકને ખંભીસર તળાવ નજીક કામિની બેન શૈલેષ ભાઈ પટેલે રોડ વચ્ચે ઉભા રહી અટકાવી અહીંથી નીકળવું નહિ ની ધમકી આપી ગામના વિરમભાઇ નો બનેવી છે જાતિ વિષયક અપમાન જનક શબ્દો બોલી પાડી દો તેમ કહી રમણભાઈ મોતીભાઈ પટેલે તેમના હાથમાં રહેલા લાકડા (આડુ) ના ઘા પીઠ પાછળ, ડાબા હાથે મારી હુમલો  કરતા ભગાભાઇ કાળાભાઇ પટેલ અને કેતન શંકરભાઇ પટેલે પાલનપુરના રાકેશ ભાઈ રમણ ભાઈ  અને નટુભાઈ કચરાભાઈ ને ગડદાપાટુ નો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત શબ્દો બોલતા બંને અનુ.જાતિ ના વ્યક્તિઓ માંડ માંડ જીવ બચાવવામાં સફળ રહેતા ગંભીર ઈજાગ્રસ્ત નટુભાઈ કચરાભાઈ ને સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાતા હાલ નટુભાઈની સ્થિતિ સ્થિર રહેતા રાકેશ રમણભાઈ ની ફરિયાદના આધારે મોડાસા રૂરલ પોલીસે ૧)રમણભાઈ મોતીભાઈ પટેલ,૨)ભગાભાઇ કાળાભાઇ પટેલ,૩) કામિનીબેન શૈલેષભાઇ પટેલ અને ૪)કેતનભાઈ શંકર ભાઈ પટેલ (તમામ,રહે, ખંભીસર) વિરુદ્ધ ઇપીકો કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨), તથા ૧૧૪ અને એટ્રોસિટી એક્ટ કલમ અને જીપી એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી ૪ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.