મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: રાજ્યની માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે લેવાયેલી ટાટ (TAT)ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં 62.32 ટકા ઉમેદવારો ઉત્તિર્ણ થયા છે. ગત 27 જાન્યુઆરીના રોજ લેવાયેલ આ પરીક્ષામાં રાજ્યભરમાંથી 1 લાખ 20 હજાર 862 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેમાંથી 65876 ઉમેદવારો પાસ થયા છે.

ઉમેદવારો પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ  http://tatresult.sebgujarat.com/result_tats.aspx પર થી જોઈ શકશે.