મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં નહિવત જોવા મળી રહ્યા છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા લગાવામાં આવેલા પ્રતિબંધ પર હવે ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. તો બીજી બાજુ હવે ઓફલાઇન શિક્ષણની શરુવાત પણ કરી દેવામાં આવી છે આ દરમિયાન રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2021-22 માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોનાની દહેશત વચ્ચે શાળા ફરીથી અનલોક થઈ છે પરંતુ હજી વાલીઓ દ્વારા પૂરતો પ્રતિસાદ જોવા નથી મળી રહ્યો. તો બીજી બાજુ રાજ્યમાં અનેક સ્કૂલોમાં કોરોનાનો કેસ આવના  કિસ્સા સામે આવી ચૂક્યા છે. તેવામાં રાજ્યના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન આ પરીક્ષા યોજવાનો આદેશ કરવામાં આવ્યો છે.