મેરાન્યૂઝ નેટવર્ક, જામનગર:  ગુજરાતના મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ આજે શિવરાજપુર બિચની મુલાકાત લઇ, થઇ રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બિચ ખાતે વોક-થ્રુ, ચેન્જિંગ રૂમ, પીવાના પાણીની વ્‍યવસ્‍થા, ખાણી-પીણીના સ્‍ટોલ, પ્રવાસીઓની સુરક્ષા માટેના વોચ ટાવર, એન્‍ટરન્‍સ પ્‍લાઝા સહિતની સુવિધાઓ સમગ્ર ત્રણ કિ.મી.ના બિચ પર ઉભી કરી બિચને અત્‍યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે.

Advertisement


 

 

 

 

 

રાજ્ય સરકારે સમુદ્ર, વન, પહાડો, રણ તથા પવિત્ર દેવસ્‍થાનોના કરેલા સર્વાંગી વિકાસ થકી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી છે. શિવરાજપુર બિચનું રૂા. 20 કરોડના ખર્ચે ફેઇઝ-1નું કામ હાલ પ્રગતિ હેઠળ જ્યારે આગામી ઓગષ્‍ટ માસથી રૂા.80 કરોડના ખર્ચે ફેઇઝ-2 નું કામ શરૂ કરાશે. આવનારા દિવસોમાં સમગ્ર ઓખામંડળ દ્વારકા મંદિર, સિગ્‍નેચર બ્રિજ તથા  શિવરાજપુર બિચ થકી આંતરરાષ્‍ટ્રીય સ્તરે દિપી ઉઠશે.