મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: ડભોઇ તાલુકાના ફરતીકુઇ ગામ પાસે આવેલ દર્શન હોટલના ખાળ કુવામાં સફાઇ કરવા માટે ઉતરેલા સાત મજૂરોના મોત નિપજ્યા છે. મૃતકોમાં પિતા-પુત્રનો પણ સામવેશ થાય છે.

ડભોઇના ફરતીકૂઇ ગામ પાસે આવેલ દર્શન હોટલના ખાળકુવામાં ગત રાત્રે સફાઇ માટે એક મજૂર ઉતર્યો હતો અને તે ઝેરી ગેસના કારણે ગુંગળાઇ અંદર પટકાયો હતો. જ્યાર બાદ તેને બચાવવા માટે એક-બાદ એક છ લોકો ગયા અને તેમના પણ ઝેરી ગેસના કારણે મોત થયા. ઘટનાને પગલે દર્શન હોટલનો માલિક હસન અબ્બાસ હોટલ બંધ કરી રાત્રે જ ફરાર થઇ ગયો હતો. વડોદરાથી દોડી આવેલા ફાયબ્રિગેડના જવાનોએ સાત મૃતદેહ ખાળકુવામાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.

મૃતકોના નામ

  1. અશોક બેચરભાઇ (રહે. વાંટા ફળીયું, થુવાવી)
  2. હિતેષ અશોકભાઇ (રહે. વાંટા ફળીયું, થુવાવી)
  3. મહેશ મણીલાલ (રહે. વસાવા ફળીયું, થુવાવી)
  4. મહેશ રમણલાલ પાટણવાડિયા (રહે. દત્તનગર, થુવાવી)
  5. અજય વસાવા (મૂળ રહે. કાદવાલી, ભરુચ)
  6. વિજય અરવિંદભાઇ ચૌધરી (રહે. વેલાવી. તા. ઉમરપાડા)
  7. સહદેવ રમણભાઇ વસાવા (રહે. વેલાવી. તા. ઉમરપાડા)

અત્રે ઉલ્લેખનીય છે કે ઉક્ત મૃતકોમાં પિતા અશોક અને પુત્ર હિતેષ સામેલ છે. જ્યારે અજય, વિજય અને સહદેવ આ હોટલ પર કામ કરતા હતા.