મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: સૌરાષ્ટ્રના ક્રિકેટર ચેતેશ્વર પુજારા અને શેલ્ડન જેક્શનની શાનદાર સદીની મદદથી સૌરાષ્ટ્ર ટીમે રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં કર્નાટક ને ૫ વિકેટે હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. કર્ણાટકે આપેલ ૨૭૯ ના લક્ષ્યાંકને સૌરાષ્ટ્રએ ૫ વિકેટ ગુમાવી હાસિલ કર્યો છે. જેમાં ચેતેશ્વર પુજારાએ ૨૬૬ બોલમાં ૧૩૧ રન જયારે શેલ્ડન જેક્શનએ ૨૧૭ બોલમાં ૧૦૦ રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારા અને શેલ્ડન જેક્શનની ૨૧૪ રનની ભાગીદારી અને મેચની બીજી ઇનિંગમાં ધર્મેન્દ્ર જાડેજાએ મેળવેલ ૫ વિકેટ મદદથી સૌરાષ્ટ્ર એ ૬૯ વર્ષમાં ત્રીજી વખત ફાઈલમાં પ્રવેશ કર્યો છે.

અત્રે ઉલેખ્ખનીય છે કે આ અગાઉ વર્ષ ૨૦૧૨-૧૩ અને વર્ષ ૨૦૧૫-૧૬ માં સૌરાષ્ટ્ર ટીમએ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ટેસ્ટ સિરીઝથી ફરી એક વખત ફોર્મમાં દેખાતા ચેતેશ્વર પુજારાના કમબેકથી આગામી ૩ ફેબ્રુઆરીથી નાગપુર ખાતે વિદર્ભ સામે યોજાનાર ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રનો સારો દેખાવ વિદર્ભ માટે પડકારજનક બની રહેશે.