મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા : હેડક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને સરકાર માથે માછલાં ધોવાયા હતા. સાબરકાંઠા પોલીસે પેપરલીક કરનાર ૧૧ આરોપીઓ સામે ગુન્હો નોંધી ઝડપી લીધા પછી સતત પેપરલીક કૌભાંડ સાથે સંકળાયેલ આરોપીઓની ધરપકડ કરી રહી છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાયા પછી હેડક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. સાબરકાંઠા પોલીસે હેડક્લાર્ક પેપરલીક મુખ્ય સૂત્રધાર ગણાતા જયેશ પટેલ સહીત ત્રણ લોકોની ધરપકડ કરી પ્રાંતિજ કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પેપર કાંડમાં ૧૪ આરોપીની ધરપકડ કરાઇ છે.

Advertisement


 

 

 

 

 

હેડક્લાર્ક પેપરલીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર  જયેશ પટેલ સહિત ત્રણ લોકોને પોલીસે પકડ્યા છે. જેમાં સાબરકાંઠા પોલીસ હાલ તપાસ કરી રહી છે. તથા અમદાવાદના સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસ પર તપાસનો ધમધમાટ તેજ થયો છે. તેમાં પ્રિન્ટિંગ પ્રેસના વધુ એક વ્યકિતને તપાસ માટે પોલીસે ઉઠાવ્યો છે. જેમાં પેપર લીક મુદ્દે સાબરકાંઠા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલે જ ઝડપાયેલા ૩ શખ્સોને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા હતા.અત્યાર સુધી સાબરકાંઠા પોલીસે આરોપીઓ પાસેથી ૪૪.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.