મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતના અલગ અલગ શહેરોમાં વેપાર ધંધા કરતાં મોટા વેપારીઓ, જાણિતા નેતાઓ પાસેથી માતબર રકમ પડાવી લેવા ખંડણી પેટે ટેલીફોન પર ધમકી આપનાપા અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બેંગલોર પોલીસ પાસેથી કસ્ટડી મેળવી છે. ગઈ કાલે તેને અમદાવાદ લવાયો હતો. તેની સામે અમદાવાદ, આણંદ, બોરસદ, ગાંધીનગર, સુરત, નવસારી, પારડી, વાગરા વગેરે પોલીસ મથકોમાં 21થી વધુ ગુના નોંધાયેલા છે.

મૂળ કર્ણાટકના ઉડુપીનો અને મુંબઈમાં ડી ગેંગ સાથે અગાઉ જોડાણ ધરાવતો રવિ ઉર્ફે રવિ પ્રકાશ સુલીયા દેવપ્પા પુજારી સામે મુંબઈ, થાણે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ તથા ગુજરાતમાં ગુનાઓ નોંધાયા છે. તેની સામે હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, ખંડણી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગુજરાતમાં તેની સામે દાખલ થયેલા ગુનાઓ પૈકીના 14 ગુનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે છે.

Advertisement


 

 

 

 

 

રાજકારણીઓને વધુ નહીં બોલવામાં પણ ધમકાવતો

રવિ પુજારી સાઉથ આફ્રિકાથી જ ઈન્ટરનેટ માધ્યમથી વેપારીઓ અને રાજકારણીઓના ફોન મેળવી તેમની પાસેથી મોટી રકમની માગણી કરતો. જે શાંતિથી આપી દે તો ઠીક નહીં તો તેમના પર પોતાના સંબંધીઓ અને પોતાના માણસો મારફતે ગોળી મારી જાનથી મારી નખાવવાની ધમકી આપતો હતો. રાજકારણીઓને તો વધારે નહીં બોલવા અંગે પણ ધમકી આપેલી છે.

ગુજરાતમાં કોને કોને પરેશાન કર્યા

પાલડી ખાતેના રિમ્પલ પટેલ નામની વ્યક્તિ પાસે 5 કરોડ રૂપિયાની ખંડમી માગી ફોન પર ધમકી આપી હતી. ગાલા ઈન્ફ્રાસ્ટ્રક્ટર પ્રા.લી કંપનીના માલિકની પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડમી માગી હતી. એચ એન સફલ રીયલીટી પ્રા. લી. પ્રહલાદનગરનાને પણ પૈસા આપવા માટે ધમકી મળી હતી. બાલાજી કન્સ્ટ્રક્શન ગુપને પણ મોટી રકમની ખંડણી માટે ધમકી ભર્યો કોલ આવ્યો હતો. સાંધી ઈન્ડસ્ટ્રીઝ લી.ને 25 કરોડની ખંડણી આપવાનો કોલ આવ્યો હતો.

નેતા શક્તિસિંહ ગોહિલને નરેન્દ્ર મોદી વિરુદ્ધ નહીં બોલવા માટે ધમકી આપી હતી. ગ્રાન્ડ ભગવતી હોટલના માલિક પાસેથી 5 કરોડ રૂપિયાની માગણી કરી હતી. બિલ્ડર મુકેશ મોદીને રૂપિયા જમા કરવવાની ધમકી મળી હતી. આર કે ઝવેરી એન્ડ સન્સને 5 કરોડની ખંડણી આપવા ફોન કર્યો હતો. પ્રતિક સિન્હાને વધુ નહીં લખવા અંગે ફોન પર ધમકી મળી હતી. પરેશ પટેલ નામના વ્યક્તિએ પાલડી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે તેમને 5 કરોડ રૂપિયાની ખંડણી માગતો રવિ પુજારીનો ફોન આવ્યો હતો. 

આણદના બિલ્ડર અરવિંદ પટેલને 25 કરોડ રૂપિયા આપી દેવાની ધમકી મળી હતી. આણંદના રુપીન્દરસીંગ સોઢી કે જે ગુજરાત કો ઓ. મીલ્ક માર્કેટીંગ ફેડરેશન લી. આણંદના મેનેજીંગ ડાયરેક્ટર હતા તેમને ફોન પર 25 કરોડ રુપીયા આપી દેવાની ધમકી મળી હતી. બોરસદના ફાયરિંગ મામલે વધુ નહીં બોલવા અંગે નેતા અમિત ચાવડાને પણ રવિએ ધમકાવ્યા હતા.

Advertisement


 

 

 

 

 

રવિ પુજારીની ગુનાની દુનિયામાં એન્ટ્રી

રવિ પુજારી પોતાના જન્મના થોડા વર્ષ પછી પરિવાર સાથે મુંબઈ આવી ગયો હતો જ્યાં તેમે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો જે પછી તે શ્રીકાંત મામા નામના ગુંડા સાથે કામ કરવા લાગ્યો હતો. વર્ષ 1966-87માં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. 87માં અંધેરી મુંબઈમાં એક સામાન્ય ઝઘડામાં યાદવ નામના એક વ્યક્તિ પર તેણે ઘાતક હુમલો કર્યો હતો જેમાં તેની સામે 307 (હત્યાના પ્રયાસ) કલમ મુજબ ગુનો દાખલ થયો હતો. જે પછી તેણે દાઉદ ઈબ્રાહીમ અને છોટા રાજન સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. 1993ના મુંબઈ બ્લાસ્ટ પછી રાજન અને દાઉદ અલગ થયા પરંતુ આ દરમિયાન રવિએ રાજનના શાર્પ શૂટર તરીકે કામ ચાલુ રાખ્યું હતું.

દરમિયાનમાં દાઉદના ફાઈનાન્સર તકયુદીન વાહીની મુંબઈમાં 1996માં હત્યા કરી જે પછી રવિને લાગ્યું કે હવે દાઉદના માણસો ગમે ત્યારે તેનું ઢીમ ઢાળી દેશે તો તે નેપાળ ભાગી ગયો તે સમયે બેંગલોર ખાતે મોહન કોટીયન જેણે રાજનની માહિતી દાઉદને આપી હતી તેના સાથીદારની તેણે હત્યા કરી ડબલ મર્ડર કર્યા હતા. નેપાળથી હોંગકોંગ ત્યાંથી બેંગ્કોક, યુગાન્ડા, સાઉથ આફ્રીકા, બુરકીનાફાસો અને ત્યાંથી છેલ્લે તે સેનેગલમાં છેલ્લા ચાર વર્ષથી રહેતો હતો. 

બોલીવુડમાં ખૌફ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા સેલેબ્સને પણ તેણે ઘણા પરેશાન કરી મુક્યા હતા. તેણે અગાઉ શાહરુખખાન, અક્ષય કુમાર, આમીર ખાન, સલમાન ખાન, કરણ જોહર, રાજ કુન્દ્રા, નેસ વાડિયા જેવા ઘણાઓને ધમકી આપી હતી. 

Advertisement


 

 

 

 

 

બોરસદ
બોરસદ ટાઉનના રહીશ પ્રજ્ઞેશ પટેલ કે જે વર્ષ 2015માં નગરપાલિકા ચૂંટણીમાં કાઉન્સીલર તરીકે ચૂંટણી જીત્યા હતા જે પછી નગરપાલિકા પ્રમુખ બન્યા હતા. તે વખતે તેમના પ્રતિસ્પર્ધી ચન્દ્રેશ ઉર્ફે ચન્દ્રો ઉર્ફે જયેશ ઉર્ફે કેશરી કેબલવાળો રમેશભાઈ પટેલ અને શ્યામગીરી ભવરગીરી ગોસ્વામી (બંને રહે. બોરસદ)એ પ્રજ્ઞેશ પટેલ સામેની નારાજગી રહેતી હતી. આ બંને ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે તેઓ અગાઉ આવા ગુનાઓને કારણે બિલોદરા, વડોદરાની જેલોમાં જેલવાસ પણ ભોગવી ચુક્યા છે. જેલની અંદરથી તેઓ બીજા કેટલાક આરોપીઓના સંપર્કમાં આવ્યા હતા.

ચંદ્રેશ પ્રજ્ઞેશ પટેલ સામે ચૂંટણી હારી જતાં શ્યામગીરી સાથે મળી પ્રજ્ઞેશનો કાંટો કાઢવા તેમની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. વર્ષ 2016માં આખરી મહિનાઓમાં ચંદ્રેશ અને શ્યામગીરી જેલવાસ વખતના મિત્ર સુરેશ ઉર્ફે અન્ના મુથૈયા પુજારી (મૂળ રહે. કુંડે મુલાગ્રામા, કટીલ, મેંગલોર, કર્ણાટક) તથા રમેશ કિટ્ટા પુજારી (રહે. મુંબઈ બાંન્દ્રા) સાથે મળી પ્રજ્ઞેશ પટેલની હત્યા કરવાની યોજના બનાવી હતી. જેના ભાગરૂપે સુરેશ પાંડિયન નામનો શાર્પ શૂટર રાખ્યો હતો. સુરેશ ચેન્નાઈનો મૂળ રહેવાશી પણ હાલ થાણે મહારાષ્ટ્રમાં રહેતો હતો. તેને સુરતના મહંમદસાબીર મોમીન સાથે વાત થઈ હતી.

વાત થયા પ્રમાણે સુરેશ અને મહંમદસાબીર આણંદ આવ્યા અને ત્યાંથી તેમણે શ્યામગીરી અને ચંદ્રેશને તેમના બોરસદના ફાર્મ કેસરી ફાર્મમાં મીટિંગ કરાવી હતી. તેમને હથિયારો પુરા પડાયા. તેમણે સાયકલ ઉપર જઈ કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલ ઉપર ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં રવિ પુજારીના કહેવાથી આરોપી સુરેશ કિટ્ટા પુજારી અને સુરેશ અન્ના પુજારીએ વ્યવસ્થા ગોઠવી સુરેશ પાંડિયન પિલ્લાઈ અને મહોમ્મદસાબિર મારફતે ફાયરિંગ કરાવ્યું હતું.