મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ અમદાવાદ, અરવલ્લી સહિત સંતરામપુર અને અન્ય ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટું આવી ગયું છે. હાલમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે ત્યારે આવા સમયે ઘણાને કોરોનાનું સંક્રમણ વધશે તેવી બીક છે તો ઘણાનું માનવું છે કે વરસાદમાં કોરોના વાયરસ ધોવાઈ જશે. જોકે તેવું માનીને વરસાદમાં પલડવા કે મજા કરવા ન નીકળી પડતા.

આવી જ રીતે ગતરોજ પણ દિલ્હીમાં પણ વરસાદ પડ્યો હતો. જે વખતે પણ લોકોને આવો વહેમ હતો. દુબઈના રિસ્પેરટરી સિસ્ટમના સંબંધિત બીમારીઓના તબીબ વિજય નાયર કહે છે કે, વરસાદના સાદા પાણીનો કોરોના પર કોઈ અસર થાય છે કે નહીં તે ક્લિયર કહેવું મુશકેલ છે. તેમના મુજબ કોરોનાને સાફ કરવા માટે સેનેટાઈઝેશન કરાય છે તેમાં સોડિયમ હાઈડ્રોક્લોરાઈડ જેવા હાઈ ગ્રેડ કિટાણું નાશકોનો ઉપયોગ થાય છે. તેમાં 70 ટકા આલકોહોલ હોય છે. ત્યારે જઈને તે બેક્ટેરિયા મરે છે, તેવામાં સમાન્ય પાણીથી આ કામ અશક્ય જેવું છે.

એક અન્ય એકસપર્ટનું માનીએ તો કોરોના વાયરસ પાણીમાં બે દિવસ સુધી રહી શકે છે. તેવામાં વરસાદમાં તે ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ જમા થઈ જશે. તેમનું કહેવું છે કે વાયરસને મારવા માટે પાણીની સાથે સાબુ, કિટાણું નાશકની જરૂરત પડશે. તેથી જ લોકોને હાથ ફક્ત પાણી નહીં પણ સાબુ કે સેનેટાઈઝરથી થોવાનું કહ્યું છે.

ગરમીમાં ખત્મ થઈ જવાની વાત

તે પહેલા લોકો વચ્ચે એવી વાતો ચાલતી હતી કે કોરોના વાયરસ ગરમીમાં પોતે જ ખત્મ થઈ જશે. પરંતુ આ સત્ય નથી. પહેલા આવેલી મહામારીઓમાં પણ આવું ન હતું. તે મોસમી પેટર્નના હિસાબે આગળ નહોતી વધતી. સાથે જ જ્યારે આપણા ત્યાં ગરમી શરૂ થતી હોય છે ત્યારે દક્ષિણી ગોળાર્ધમાં ઠંડી હોય છે, અને આ વાયરસનો પ્રભાવ તો વૈશ્વિક છે.

આવામાં વરસાદમાં કે ગરમીમાં કોરોના ખત્મ થઈ જશે તેવું વિચારીને બહાર ન ફરો, પુરી સાવધાની રાખો, કોરોના વાયરસથી લડવા માટે પોતાના ઘરમાં જ રહેવું સુરક્ષિત છે. લોકડાઉન અને કરફ્યૂનું પાલન કરો, ડરવાની જરૂરત નથી તમામ ચીજો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે.