જય અમીન (મેરાન્યૂઝ. અરવલ્લી): છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી કોરોના કાળ ચાલી રહ્યો હતો. જેના પરિણામે બાળકોની સલામતીના ભાગરૂપે સ્કૂલ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા ઓનલાઇન અભ્યાસ પુરૂ પાડવમાં આવી રહ્યું હતુ. તેવામાં લાંબા સમયથી ઓનલાઇન અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઇન શિક્ષણની માંગ ઉઠી હતી.ત્યારે હવે રાજ્યમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા અને પ્રાથમીક શીક્ષણ વિભાગ  દ્વારા મહત્વનો નિર્ણય લઇ બીજી સપ્ટેમ્બરથી ધો. 6 થી 8 ના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત સહીત અરવલ્લી જીલ્લાની પ્રાથમીક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આખરે ૧૭ મહીના પછી શૈક્ષણીક સંકુલો ખીલખીલાટ ખીલી ઉઠ્યા હતા. ખાનગી તેમજ સરકારી શાળાઓએ સરકારીની એસ.ઓ.પી નુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.આરોગ્ય તંત્રએ વિદ્યાર્થીઓના આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી પણ ઝડપી હાથધરી છે. 

Advertisement


 

 

 

 

 

કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત શિક્ષણ ક્ષેત્ર થયું છે. ગત વર્ષે તો બોર્ડની પરીક્ષા પણ લઇ શકાઇ ન હતી. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે તેમ તેમ તબક્કાવાર વિવિધ વિભાગમાં ઓફ લાઇન વર્ગો શરૃ થઇ ગયાં છે. અગાઉ ધોરણ-૧૨ અને ૧૧ ના ઓફ લાઇન વર્ગો શરૃ કર્યા બાદ માધ્યમિક વિભાગ એટલે કે ધોરણ-૯ અને ૧૦ની શાળાઓના દ્વાર પણ વિદ્યાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યા હતાં.ત્યારે હવે ત્રીજી લહેરની શક્યતાઓ નહીં જણાતાં રાજ્ય સરકારે ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગની શાળાઓ પણ ખુલી મુકવામાં આવી છે. અરવલ્લી જીલ્લામાં દોઢ મહિના બાદ ગુરુવારથી ધો.૬ થી ૮ ના વર્ગોમાં પ૦ ટકા વિદ્યાર્થી સંખ્યા,વાલીઓની સંમતિ સાથે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. અરવલ્લીની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સહિત કુલ-૭૩૭ પ્રા.શાળાઓ વિદ્યાર્થીઓના કલરવ ગુંજી ઉઠ્યા હતા. 
  
ઓફલાઈન ઉચ્ચતર પ્રાથમીક શાળા શરૂ થતા વાલીઓમાં હાશકારો સાથે ચિંતા 

ઉચ્ચતર પ્રાથમીક શાળાઓ શરૂ થતા વાલીઓએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો હતો તો કેટલાક વાલીઓ માની રહ્યા છે કે,કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે દેશના કેરળ સહીત કેટલાક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધુ રહ્યું છે. તેમજ હાલમાં જ રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો ગયા છે. આ તહેવારોની રજાઓમાં મંદિરો અને પ્રવાસન સ્થળો પર ભારે ભીડ ઉમટી હતી. અને આ ભીડની અસર આગામી ૧૫ દિવસમાં કેસ સ્વરૂપે  દેખાય તેવું લાગે છે. માટે શાળાઓ શરૂ કરવા હજુ ૧૫ દિવસ રાહ જોવાનું વાલીઓ માની રહ્યા છે.