મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: રાજ્યમાં તમામ યૂનિવર્સિટીઓ દ્વારા અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવવાનાર હતી.બુધવારે  મળેલી રાજ્યની કેબિનેટની બેઠકમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઑફલાઇન બંને પ્રકારે પરીક્ષા યોજાવામાં આવશે એવી જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત આ બંને વિકલ્પમાં પણ જે વિદ્યાર્થીઓ રહી જશે તેમના માટે અલગથી પરીક્ષાઓ યોજાવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી જેની માહીતી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપી હતી. જોકે, ભારત સરકારમાંથી શિક્ષણ વિભાગના સચિવ દ્વારા રાજ્ય સરકારને સૂચના આપવામાં આવી છે કે હાલ આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે અને પછી નવી તારીખો જાહેર કરી પરીક્ષાઓ લેવામાં આવે જેના પગલે માત્ર બે કલાકમાં જ પરિક્ષા રદ કરી દેવાનો નિર્ણય લીધો  હતો .તો બીજીબાજુ રાજ્ય સરકાર પ્રાથમિક શાળાઓમાં મૂલ્યાંકન કસોટી યોજવાનો નિર્ણય કર્યો છે.ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં ૨૫  ગુણની સામયીક મુલ્યાંકન કસોટીનું આયોજન કર્યું છે. જેનો પરિપત્ર પણ કરવામાં આવતા શિક્ષકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
 
જીસીઈઆરટી ગાંધીનગર નિયામકે જીલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી કોરોનાના સમય દરમિયાન "હોમ લર્નિંગ કાર્યક્રમ" અંતર્ગત પાઠ્યપુસ્તક અને "ઘરે શીખીયે" સહીત તેમજ આયોજન આધારિત ઈ-લર્નિંગ સાહિત્ય વગેરે મારફતે વિદ્યાર્થીઓને અભ્યાસ આગળ ધપી રહ્યો છે હોમલર્નિંગ સાથે મૂલ્યાંકન સબબ ધો.૧ થી ધો.૮ સુધી સામયીક મુલ્યાંકન કસોટીનું આયોજન કર્યું છે. જેમાં આ માટેની તમામ જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. શિક્ષકો બાળકોનાં ઘરે જઈને પ્રશ્નપત્ર પહોંચાડશે. અને ૨૮ જુલાઈ સુધી તમામ વિદ્યાર્થીઓનાં ઘરે પ્રશ્નપત્ર પહોંચાડી દેવાનું અને ૨૯ થી ૩૦ જુલાઈ બે દિવસ દરમિયાન ધો.૩ થી ૮ ગુજરાતી/ પ્રથમ ભાષા અને ગણીત વિષયની કસોટી દરમિયાન લેવાનું તથા બાળકના વાલી મારફતે કસોટીની ઉત્તરવહી ૩૧ જુલાઈ સુધી શાળામાં પહોંચાડી તેવું  આયોજન ગુજરાત સરકાર કરી રહી છે. તેવામાં ગુજરાતની શિક્ષણ નીતિ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

કેન્દ્ર સરકારનાં આદેશ છૂટતા ગુજરાત સરકારે કોલેજમાં તમામ પરીક્ષાઓ મોકૂફ રાખી દીધી હતી. તો તેવામાં પ્રાથમિક શાળાઓનાં બાળકોની મૂલ્યાંકન કસોટી કેટલી હદે યોગ્ય છે તેના ઉપર પણ સવાલ થઈ રહ્યા છે. કોરોના મહામારીના સમયમાં રાજ્યના શિક્ષણ વિભાગનાં અનેક નિર્ણયો પર હંમેશા કાંઈકને કાંઈક વિવાદ સર્જાતો જ રહે છે. હાલતો આ નિર્ણંયથી શિક્ષકોમાં છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે.