મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: રાજ્યમાં ધર્માંતર કરનાર લોકોની સંખ્યા સતત વધી રહી છે જેમાં મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલ લોકો ધર્મ પરિવર્તન કરી રહ્યા છે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના અનુયાયીઓ ધર્મ પરિવર્તન જવલ્લેજ જોવા મળે છે  રાજ્યમાં ધર્મપરિવતૅન એક ગંભીર મુદ્દો બન્યો છે ત્યારે જનજાતિ સુરક્ષા મંચના નેજા હેઠળ ધર્માંતર થયેલ આદિવાસી સમાજના લોકોને અનામતનો લાભ આપવામાં ન આવેની માંગ કરી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

અરવલ્લી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જનજાતિ  સુરક્ષા મંચ ના જિલ્લા સંયોજક સંજય ભાઈ ભરાડા,જનજાતિ કલ્યાણ આશ્રમ ના જિલ્લાઅધ્યક્ષ સોનજીભાઈ તરાળ અને વરિષ્ઠ લેખક એવા શ્રદ્ધા જાગરણના ડી.પી.અસારી તેમજ જિલ્લા અને તાલુકાના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે ધર્મપરિવતૅન કરનાર લોકો અનામતનો લાભ લઇ રહ્યા છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી રજુઆત કરી હતી

ધર્મ પરિવર્તન કરવા દલિત અને આદિવાસી સમાજ કેમ મજબુર.....!!!

પ્રાપ્ત માહિતી અનુસાર, દલિતો અને આદિવાસી સમુદાય પર વધતા જતા અત્યાચારને કારણે હિન્દુમાંથી અન્ય ધર્મનો આંગીકાર કરનારાઓની સંખ્યા વધતી જાય છે. હિન્દુ ધર્મમાં વિકાસની કોઇ તક નથી તેવો અહેસાસ થતો હોવાની સાથે સતત થઇ રહેલા સામાજિક ભેદભાવને કારણે લોકો હિન્દુધર્મનો ત્યાગ કરી રહ્યા છે. મોટા ભાગના દલિતો હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધધર્મનો આંગીકાર કરી રહ્યા છે. જ્યારે આદિવાસીઓ હિન્દુ સમાજ છોડીને ખ્રિસ્તી ધર્મ અપનાવી રહ્યા છે. આ પાછળનું એકમાત્ર કારણ એ છે કે ખ્રિસ્તી મિશનરી સારું શિક્ષણ પૂરું પાડે છે, સ્વાસ્થ્યલક્ષી સેવાઓ આપે છે અને આર્થિક રીતે પગભર થઇ શકાય એવી તક ઊભી કરે છે. આઝાદીના ૭ દાયકા પછી પણ સરકાર દલિતો અને આદિવાસીઓ વચ્ચેનો તફાવત સમાજમાંથી દૂર કરવામાં યોગ્ય રીતે સફળ થઇ નથી. આ ઉપરાંત મૂળભુત જરૂરિયાત પણ આપતી નથી. આ કારણોસર લોકો ધર્મપરિવર્તન કરી રહ્યા છે.