મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ પોતાના વણઉકલ્યા પ્રશ્નો અને  વેતન સહિતની માંગણીઓ ઉકેલ માટે ન છૂટકે સમગ્ર શિક્ષા  યોજનાના કર્મચારીઓએ  ટપાલ અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે ગુજરાતભરના સમગ્ર શિક્ષા અભિયાન યોજનાના હજારો કરાર આધારિત કર્મચારીઓએ  ટપાલ લખી માંગણીઓ વાચા આપવા આ ટપાલ અભિયાન આદરી દીધું છે.
ગુજરાતના પ્રમુખ અમિત કવિના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટ ડાયરેક્ટર પી ભારતી મેડમ. મહેકમ સચિવ  પી. કે. ત્રિવેદીને  તથા શિક્ષણ ના અગ્ર સચિવ વિનોદ રાવને  વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં   કરાર આધારિત આ કર્મચારીઓને યોગ્ય વેતન  અંગે ચૂપકીદી સેવી ઉપેક્ષા થતા આ અભિયાન છેડવું પડ્યું છે.

સમાન કામ અને સમાન વેતન કાયદો કારાર આધારિત કર્મચારીઓને લાગુ પડે તેવી અનેકો વખતની રજૂઆત  સાથે ૧૮:૯:૨૦૧૯ ના રોજથી આ અભિયાન હાથ ધરાયુ છે.પ્રત્યેક  જિલ્લા અને તાલુકાના કર્મચારીઓ અને પરિવાર જનો ના સભ્યો રાજ્ય ની વડી કચેરી ને વેદના સભર ટપાલ લખી રહ્યા છે.  પરિવારો અને કર્મચારીઓ સાથે વાતચીત કરતા જાણવા મળે છે. કે જો દિન ૧૦ માં યોગ્ય ઉકેલ નહીં આવે તો હજારો કર્મચારીઓ અને એમના પરિવારો ગાંધીનગર ખાતે કર્મચારી અધિકાર રેલી  યોજાશે.જેમાં પોતાની આ પડતર માંગણીઓ સંતોષાય તે માટે દરેક તાલુકા જિલ્લાના કર્મચારીઓ ગાંધીનગરમાં રેલીમાં જોડાવા ઉમટી પડશે.