હેમિલ પરમાર (મેરાન્યૂઝ.અમદાવાદ): રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસો ધરખમ વધારો થઈ રહ્યો છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવા કોરોના કાળમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફક્ત જીપીએસસીની પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી) વર્ગ -૨ (જા.ક્ર. ૧૧૦/૨૦૧૯-૨૦) માટે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કુલ -૧૭૭૨  ઉમેદવારો માટે તા.૨૨-૦૪-૨૦૨૧ થી ૨૬-૦૪-૨૦૨૧ સુધી શારીરિક ક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપ કસોટી (PST) લેવામાં આવશે. કોરોનાના કાળા કહેર વચ્ચે ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની રહેશે. તો પછી પીએસઆઇ / એએસઆઇ માટેની શારીરિક ક્ષમતા કસોટી કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આમ ફક્ત gpsc દ્વારા વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શારીરિક ક્ષમતા કસોટી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, તો ક્યાંક કેટલીક પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

GPSCની એકાઉન્ટ ઓફિસર વર્ગ -૨ (મેઈન્સ) પરીક્ષા તા.૧૦-૦૪-૨૦૨૧ રવિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હાલ કોરોના વાયરસના વધતા સંક્રમણને કારણે જીપીએસસીની પરીક્ષાઓ તા.૧૧-૦૪-૨૦૨૧ થી ૩૦-૦૪-૨૦૨૧ સુધી ની તમામ પ્રાથમિક અને મુખ્ય કસોટી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત રાજ્ય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નાયબ માહિતી નિયામક વર્ગ-૧, સહાયક માહિતી નિયામક (સંપાદક) વર્ગ -૨ ની પ્રિલિમ પરીક્ષા તા.૧૦-૦૪-૨૦૨૧ રવિવારના સવારે ૧૦.૦૦ વાગ્યે અને સિનિયર સબ એડિટર વર્ગ-૩, માહિતી મદદનીશ વર્ગ - ૩ પ્રિલિમ પરીક્ષા બપોરે ૩.૦૦ વાગ્યે યોજાનારી હતી પરંતુ કોરોનાના વધતા સંક્રમણને કારણે આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવેલ છે.


 

 

 

 

 

PSI / ASI / IO કેડરની શારીરીક કસોટી એપ્રિલ-૨૦૨૧માં લેવામાં આવવાની હતી તેમ અગાઉ ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવેલુ હતું. જોકે કોવિડ-૧૯ની પ્રર્વતમાન પરિસ્થિતીને ધ્યાને લઇ આ શારીરીક કસોટી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલી છે. આ વાતની જાણકારી પી.એસ.આઇ ભરતી બોર્ડની વેબસાઈટ પર આપવામાં આવી હતી અને હવે પછી નવો કાર્યક્રમ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.

રાજ્યમાં એક બાજુ કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ધરખમ વધારો થઈ રહ્યો છે અને બીજુ બાજુ GPSC દ્વારા શારીરિક ક્ષમતા કસોટી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યુ છે. અગાઉ જીપીએસસી દ્વારા કોરોનાના વધતા સંક્રમણને કારણે ૧૦ જેટલી વિવિધ જગ્યાઓ માટે પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો પછી ઉમેદવારો કોરોના સંક્રમિત થશે તો તેની જવાબદારી કોની ? સામાન્ય રીતે શારીરિક ક્ષમતા કસોટીનું આયોજન શિયાળાની ઋતુમાં કરવામાં આવે છે પરંતુ આ વખતે જીપીએસસી દ્વારા ભર ઉનાળે શારીરિક ક્ષમતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. ભર ઉનાળામાં ઉમેદવારોની દોડની પરીક્ષા લેવી કેટલી યોગ્ય?