પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આ પહેલી એવી આપદી છે કે જેને નિયંત્રણમં લેવા દુનિયાભરની પોલીસને જવાબદારી સોંપવામાં આવી છે,જેના કારણે સમગ્ર ભારતમાં કોરાના ગાઈડ લાઈનનો અમલ કરાવનારી પોલીસ પ્રજાને કાળ જેવી લાગી રહી છે., અનેક નાના મોટા શહેરોમાં પોલીસ અને લોકો આમને સામને થઈ ગયાના કિસ્સા પણ બન્યા છે અને હજારો આવા વિડીયો વાયરલ પણ થયા છે. કોરાના ગાઈડ લાઈનમાં પ્રમાણે કયાંક પોલીસ દુકાનો બંધ કરાવે છે.કયાંક કરફયુનો અમલ કરાવે છે તો કયાંક માસ્ક નહીં પહેરાવાના મુદ્દે દંડ ફટકારે છે, આવા અનેક કારણોસર પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થાય છે અને કયારેક તો બંન્ને પક્ષ માનસીક સમંતુલન ગુમાવી મારા મારી ઉપર ઉતરી આવે છે. આપણે આપણને આ સ્થિતિમાં પોલીસ ઉપર જેવો ગુસ્સો આવે છે તેવો ગુસ્સો વિદેશમાં વસતા નાગરિકને નહીં આવતો તેવો મને પ્રશ્ન થઈ રહ્યો હતો.


 

 

 

 

 

પ્રજાને કોઈ પણ કાયદો તોડવો કયારેય ગમતો નથી,કારણ જયારથી માણસ જંગલ છોડી સમાજ જીવનમાં જીવતો થયો ત્યારથી તે પોતે જુદા જુદા કોઈ કાયદાઓની વચ્ચે જીવતા શીખી ગયો છે, કાયદો દરેક સ્થળે જુદા સ્વરૂપમાં હોય છે, ઘરમાં દાખલ થતી વખતે ચંપલ બહાર કાઢી આવવાનું આવો ઘરનો કાયદો હોય છે, આમ ઘર અને સમાજે પોતાની સમજ અને સંસ્કૃતી પ્રમાણે કાયદા બનાવ્યા છે અને માણસ મોટા ભાગે જાણે અજાણે આ કાયદાઓ પાળે છે, તેવી જ રીતે આપણા બંધારણ અને તંત્રએ સમયાનંતરે ઘડેલા કાયદાઓ પણ દરેકને પાળવા જ છે. બહુ ઓછી વખત સામાન્ય માણસ ઈરાદાપુર્વક કાયદો તોડવાની મનોકામના કરે છે, કારણ કાયદો તોડતી વખતે એક ખોટુ કરવાનો છુપો ડર પણ હોય છે, મોટા ભાગે માણસ મજબુરીવશ કાયદો તોડે અથવા બેદરકાર બની જાય તેવુ બને છે.

કોરાના વચ્ચે માસ્ક પહેરી બહાર નિકળવુ તેવુ ફરમાન છે, આ ફરમાન સરકારી હોવા છતાં જીવ તો આપણો છે, દરેક માસ્ક પોતાના માટે પહેરવાનું છે સરકાર માટે નહીં,છતાં કેટલાંક કોરોના ફોરોના કઈ નથી, અથવા સતત કામમાં વ્યસ્ત થઈ જવાને કારણે કોરોના જાણે મંગળ સુત્ર હોય તે રીતે પહેરે છે, આવી સ્થિતિમાં રસ્તા ઉપર ઉભી રહેલી પોલીસે પાવતી બતાડે ત્યારે હેસીયત હોય તો સામાન્ય માણસ દંડ ભરે છે પણ જો દંડની રકમ પોતાની બે-ત્રણ દિવસની આવક હોય તો કમાન છટકે છે, જેની પાસે પૈસા છે, તે તો પૈસા ભરે છે, પરંતુ જેની પાસે પૈસા નથી તેને પણ ખબર છે કે તેણે કરેલી ભુલની સજા રૂપે તેને દંડ તો ભરવાનો છે,છતાં તે દંડ નહીં ભરૂ તેવા મોડમાં આવી ગુસ્સે થાય છે તેનું મુખ્ય કારણ દંડ માગતી પોલીસ ભાજપ કોંગ્રેસની રેલી વચ્ચે ચુપચાપ ઉભી હતી, દંડ માગતી પોલીસે નરેન્દ્ર મોદી સ્ટેડીયમાં મેચ રમાડવાની મંજુરી આપી હતી, દંડ માગતી પોલીસની હાજરીમાં નેતાના સંતાનના લગ્નમાં હજારની ભીડ એકઠી થઈ હતી.


 

 

 

 

 

પ્રજાનો ગુસ્સો દંડ ભરવા સામે નથી, પ્રજાનો આક્રોશ પોલીસને બે અલગ ત્રાજવા સામે છે, જો પ્રજા તરીકે કાયદો તોડનાર નેતા અને અધિકારી સામે આપણને ગુસ્સો આવતો હોય તો જેમણે કાયદાનું રાજનું પાલન કરાવવાના સોંગદ લઈ ખાખી વર્ધી ધારણ કરી છે તેવી પોલીસને કાયદો તોડતા નેતાઓ સામે ગુસ્સો નહીં આવતો હોય ? ગુસ્સો તો ખુબ આવતો હશે, પણ ખાખીમાં રહેલો તેમનો ગુસ્સો નેતા અને ઉચ્ચ અધિકારીની સામે નિકળવાને બદલે સાામાન્ય લોકો અને કયારેક તો પોતાના પરિવારનો પોતાના ગુસ્સોનો ભોગ બનાવે છે, પ્રજાનો આક્રોશ છે કયારેક અમે સાચા હોઈએ તો પણ પોલીસના ગુસ્સાનો ભોગ બનીએ છીએ અને પોલીસ કાયમ પ્રજા પાસે કાયદા પાલનનો આગ્રહ રાખે છે, પણ સરેઆમ કાયદો તોડતા નેતા સામે પોલીસ પ્રેક્ષક બની જાય છે, હજી હમણાં જ અમરેલીના યુવાન આઈપીએસ અધિકારી અભય સોનીએ પોતાના નામના ગુણ પ્રમાણે ભાજપના નેતાઓને કાયદો બતાડયો અને બંન્ને પક્ષે ગરમા ગરમી થઈ, નેતાઓનો આરોપ છે કે અભય સોનીએ દુરવ્યવહાર કર્યો અને બળપ્રયોગ કર્યો

પોલીસ સામાન્ય માણસ સાથે આવુ રોજ કરે છે ત્યારે નેતાઓને તેની પીડા સમજાતી નથી, પણ એક નેતા સામે પોલીસ કડક થાય તો નેતાને પોલી બેલગામ લાગે છે, જો કે ચોવીસ કલાકમાં અભય સોનીની અપમાનીત થાય તેવી જગ્યામાં બદલી કરી દેવામાં આવી, આ પહેલો કિસ્સો નથી કે નેતાને પડકારનાર અમલદારની બદલી થાય આવા તો હજારો કિસ્સા છે, સામાન્ય પોલીસ નેતાની સામે અદબવાળી એટલે ઉભી રહે છે કારણે આપણી વ્યવસ્થામાં અમલદારની બદલની કરવાની સત્તા આ નેતાઓ પાસે છે, બે પાંચ વખત બદલી થાય તો અમલદાર સહન કરે પણ કેટલાંક અધિકારીઓની જીંદગી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય તેમ અહિયાથી ત્યાં ફરવામાં જ થાય છે, આખરે જેમના હાથમાં બદલીની સત્તા છે તેમને છંછેડવા નહીં તેવુ સમાધાન અમલદાર કરવા લાગે છે, વિદેશમાં પણ પોલીસ કોરોના ગાઈડ લાઈનનો અમલ કરાવે છે, પણ ત્યાં આપણી જેટલી ઘર્ષણની ઘટના નથી તેનું કારણ વિદેશમાં રાજનેતા પણ માને છે કે પહેલા તે નાગરિક છે એટલે તેમણે પણ કાયદાનું પાલન કરવાનું છે આમ વિદેશીઓ પોતાના રાજનેતાને કાયદો તોડતા જોતા નથી અને પોલીસ પણ કયારેક કોઈ રાજનેતાને તેની મર્યાદા બતાડે તો તે વિદેશી અમલદારની બદલી પણ થતી નથી.