મેરાન્યૂઝ નેટવર્ક.અંબાજીઃ લોકડાઉન વખતે પોલીસે પોતાની એક અલગ જ છબી ઊભી કરી હતી. સામાન્ય લોકો માટે પહેલા ખાખી વર્દી ધારી વ્યક્તિનું પીઠ પાછળ બહુ માન રહેતું ન હતું પણ લોકડાઉન વખતે પોલીસે જે રીતે લોકોને મદદ કરી તે રીતે મોટા ભાગના લોકોની વિચારસરણી બદલાઈ હતી. લોકો પોલીસને પ્રેમ કરતાં થયા હતા. પણ હવે તેનાથી સાવ વિરુદ્ધ જાણે પોલીસે માનવતા જ નેવે મુકી દીધી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. એક દિવસ પહેલા અમદાવાદમાં એક યુવકને છૂટ્ટો દંડો મારતા તેની હાલત ગંભીર છે તો હવે અંબાજીમાં એક ગર્ભવતી મહિલાને માસ્ક ન હોવાને કારણે દવાખાને જતાં રોકતાં મહિલાએ પોતાનું સંતાન ગુમાવવું પડ્યું છે. આ મહિલા મૃત શિશુ સાથે પોલીસ સ્ટેશને ન્યાયની માગ કરી રહી હતી પણ તે મહિલાની પીડા જે પોલીસ પહેલા ન્હોતી સમજી શકી તે હવે તેની ફરિયાદ સમજવામાં કેટલી ઉણી ઉતરશે તેનો અંદાજ લગાવી શકાય છે.

બનાવ મુજબ ગઈકાલ રાત્રે અંબાજીના રબારી સમાજની એક ગર્ભવતી મહિલાને ડિલિવરી પેઈન ઉપાડતા એના સગા સંબંધીઓ ગાડી ના અંદર લઈને પાલનપુર જવા રવાના થયા હતા. મહિલાને કોટેજ હોસ્પિટલમાં લઈ ગયા હતા. કેસ ઘણો ક્રિટિકલ હતો એટલે તેને પાલનપુર લઈ જવાનું તબીબે કહ્યું હતું. પરિવાર તેને લઈ પાલનપુર જવા નીકળ્યો ત્યાં અંબાજી સર્કલ પર ફરજ પરના પોલીસકર્મીઓએ ગાડીમાં રહેલા દર્દીના સગાઓએ માસ્કના પહેર્યું હોઈ કાયદેસર કાર્યવાહી કરવાનું કહ્યું. તે વખતે અંદાજીત રાત્રીના 11 વાગ્યા આસપાસનો સમય થયો હશે. સગાઓએ દર્દીની સ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કર્યો, એક રીતે કહો કે આજીજી કરી. પણ પોલીસ ઉલ્ટાનું દવાખાને જવા દેવાને બદલે તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ. સમય ઓછો હતો પણ પોલીસ ન સમજી.


પોલીસ સામે આક્ષેપો થઈ રહ્યા છે કે, દર્દીના સગાઓએ આજીજી પૂર્વક કહ્યું કે ,,, સાહેબ ગાડી માં સગર્ભા બહેન છે જેને દવાખાન પહોંચાડવા જરૂરી છે ..આપ જે પણ કાયદેસર કરવાનું થાયતે ઝડપી કરી ને અમોને જવાદો. અમે અંબાજીના જ છીએ આ મહિલાને દવાખાને મૂકી ને અમે પોલીસ સ્ટેશને હાજર થઈશું, પણ પોલીસકર્મીઓ દિલ માં માનવતા નામશેષ થઈ ગઈ હોય તેમ દર્દી સાથે ની ગાડીને અંબાજી પોલીસ સ્ટેશન પર લઈ ગયા હતા. દર્દથી કણસતી મહિલાની પરવા કર્યા વગર પોલીસે કાયદેસર કામ કરવાના બહાને એક કલાકથી વધુ સમય સુધી ગાડીને અંબાજી પોલીસ સ્ટેશને રોકી રાખી હતી. જેમ તેમ પોલીસના કામમાંથી છુટકારો મેળવ્યો ત્યાં સુધી સગર્ભા મહિલાની હાલત બગડતી જતી હતી.

પાલનપુર દવાખાને પહોંચ્યા ત્યાં સુધી હાલત બદતર થતા દર્દીને પાટણ રીફર કરવામાં આવ્યા. જ્યાં ડોકટરે ડિલિવરી કરતા મૃત બાળક પેદા થયું. દર્દી રહેલી ગાડીને માસ્કના હોવાના કારણે અંબાજી પોલીસે રોકી રાખતા એક જીવ ગયો છે. હાલ સમાજના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, પોલીસનું આવું જડ વલણ માનવતા વિહોણું છે. દુનિયામાં આવતા એક જીવની હત્યા અંબાજી પોલીસના જડ વલણ ના કારણે થઈ છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પાસે તેઓ કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.

@NCWIndia talked with @Gujarat police Range IG Subhash trivediji and @SP_Banaskantha for immediate inquiry in this #Ambaji Case they has been taken action/fair investigation and assurances for Women’s Justice.@CMOGuj @dgpgujarat @PMOIndia @narendramodi @sharmarekha @CollectorBK https://t.co/LIA2sGbqnH

— Dr. Rajul Desai (@i_DrRajulDesai) July 13, 2020

I m going to take it up and write to letter #DGPGujarart for take action against Ambaji Police @CMOGuj @PMOIndia @narendramodi @MinistryWCD @NCWIndia @CollectorBK @SPBanaskantha https://t.co/HpgjeTtNdR

— Dr. Rajul Desai (@i_DrRajulDesai) July 13, 2020