મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ ગુજરાત આટલા લાંબા સમયની દારુબંધીથી હજુ બહાર આવ્યું નથી છડેચોક દારુના ધંધા થતા હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. વધુમાં હવે ડ્રગ્સનો કારોબાર ગુજરાતમાં ધમધમવા લાગ્યો હોય તેવી સ્થિતિઓ ઊભી થઈ રહી છે. થોડા સમય પહેલા મુંન્દ્રા ખાતેથી 21000 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હતું જે પછી દ્વારકામાં 17 કિલો ડ્રગ્સ મળ્યું અને હવે રાત્રે 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. આમ કુલ 63 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. પોલીસે આ ગુનામાં 3 શખ્સોની ધરપકડ કરી છે.

ગુજરાતના દરિયાકિનારાથી રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પેડલરો સક્રિય થાય છે. જે રીતે એક પછી એક ડ્રગ્સનો કારોબાર પડકાઈ રહ્યો છે રાજ્યની સલામતી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ગઈકાલે દ્વારકામાં ડ્રગ્સ મળી આવતા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ અલી અને સલીમ કારાનાં ઘરે સર્ચ કરવામાં આવ્યું. સલીમ અને અલી કારાનાં ઘરેથી 46 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જેમાં પોલીસને અત્યારસુધી 63 કિલો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો છે.

Advertisement


 

 

 

 

 

દ્વારકામાં ગઇકાલ સવારએ 17 કિલો ડ્રગ્સ પકડાયા બાદ પોલીસ દ્વારા અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત હાઇવે પર વાહનો ચેકિંગ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે મોડી રાત્રે વધુ એક સફળતા પોલીસના હાથે લાગી હતી. ગઈકાલે રાત્રે પકડાયેલા આરોપીઓને આજે  કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સને રવાડે ચડવા અને તેમના સુધી ડ્રગ્સ પોહચડવા માટે માટે ડ્રગ્સ માફિયાઓ અવનવા પ્રયત્ન કરતાં હોય છે . તેવામાં  ગુજરાતનાં દરિયાઈમાર્ગે કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાયા બાદ હવે દરિયાઈમાર્ગની સુરક્ષા વધારવામાં આવશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.