મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ આમ તો ગુજરાતના ઘણા શહેરોમાં જેલ અધિક્ષક તરીકે પોતાની ફરજ નિભાવી ચુકેલા અરુણકુમાર વ્યાસ પોલીસ બેડા માટે જાણિતું નામ છે. અમદાવાદ, રાજકોટ, પોરબંદર, વડોદરા, અમરેલી, ગોંડલ વગેરે જેવા ઘણા શહેરો જિલ્લાઓમાં જેલ અધિક્ષક તરીકે તેઓ ફરજ બજાવી ચુક્યા છે. તેમની અસરકારક અને કડક રીતે ફરજ બજાવવાની છટાને કારણે જેલમાં ખુંખાર કેદીઓ પણ એક તબક્કે પાછી પાની કરી નાખતા હતા.

જેલમાં ગુંડાઓને કાયદાની ભાષામાં જ સમજાવવા અને સુધારણાના પગલા લેવામાં તેઓની આવડત હતી. આજે વહેલી સવારે તેઓનું નિધન થયું છે. તેમણે અંદાજે ત્રણેક વર્ષ પહેલા વય મર્યાદાને કારણે નિવૃત્તી મેળવી હતી. તે નિવૃત્તિ સમયે પણ ધર્મ અને સમાજને ફાયદો થાય તેવી પ્રવૃત્તિઓ કરતાં હતા. તેમના આટલા લાંબા કેરિયરમાં તેઓ હંમેશા અસામાજિક તત્વોની આંખમાં કણાંની જેમ ખૂંચ્યા છે, તો સામે ઘણાઓએ તેમને ભરપૂર પ્રેમ આપ્યો છે.

તેમની કામગીરીને કારણે રાજકોટની જણિતી એક સંસ્થા દ્વારા તેમને દિપચંદ ગારડી એવોર્ડથી સમ્માનીત કરાયા હતા. તેમની અંતિમયાત્રા આજે તેમના રામેશ્વરપાર્ક રેલનગર, પોપટપરા, રાજકોટ ખાતેના તેમના નિવાસ સ્થાનેથી નિકળી હતી.