પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સરળ ચાલતી જીંદગી ક્યારે પોતાનો રસ્તો બદલશે તેની કોઈની ખબર હોતી નથી, વડોદરા કરજણમાં રહેતી સ્વીટી પટેલને પણ તેની કલ્પના નહીં હોય, પોતાના પ્રથમ પતિ હેતેશ પંડયા સાથે હવે આગળની સફર શકય નથી તેવું લાગતા હેતેશ અને સ્વીટી અલગ થયા હતા, પરંતુ તેમના લગ્ન જીવનને કારણે આવેલા પુત્ર રીધમ સાથે સ્વીટીનો સંબંધ યથાવત રહ્યો હતો. હેતેશ અને રીધમ એસ્ટ્રેલિયા રહેતા હતા, આમ છતાં સ્વીટી અને રીધમ અવારનવાર વાત કરતા હતા. સ્વીટીએ જીંદગીની આગળની સફર માટે ઈન્સપેકટર અજય દેસાઈ ઉપર ભરોસો મુક્યો અને મંદિરમાં થયેલા તેમના લગ્નને કારણે અંશનો જન્મ થયો.

વિધીના ગ્રભમાં શું ચાલી રહ્યુ છે તે કોઈ જાણી શક્તુ નથી. સ્વીટી સાથે સંબંધ સ્થાપિત કરનાર અજય દેસાઈમાં  સ્વીટીને પત્નીનો દરજ્જો આપવાની નૈતિક હિંમત ન્હોતી, એટલે પોતાની જ્ઞાતિની પુજા સાથે બીજા લગ્ન કર્યા હતા, અજય દેસાઈ એક સાથે બે સ્ત્રીઓને અંધારામાં રાખી રહ્યા હતા. સ્વીટીને પુજા અંગે ખબર ન્હોતી અને પુજાને સ્વીટી સાથેના અજયના સંબંધની જાણકારી ન્હોતી, જો કે જુઠને છુપાવવું અધરું હોય છે, આખરે સ્વીટીને અજયના લગ્નની જાણકારી મળી અને કંકાસનો પ્રારંભ થયો, સ્વીટી જાણતી ન્હોતી જેને પોતાના જીવ કરતા વધુ પ્રેમ કરે છે તે અજય દેસાઈ તેના મોતનું કારણ બનશે, આખરે જે થવાનું હતું તે થયું સ્વીટીની હત્યા થઈ અને અજય દેસાઈ અને ગુનાના મદદગાર જેલમાં ગયા.

Advertisement


 

 

 

 

 

પોતાની માતાની શોધ માટે સોશીયલ મીડિયાના માધ્યમથી મદદ માંગી રહેલા એસ્ટ્રેલિયામાં રહેતા રીધમને જ્યારે પોતાની માતાની હત્યા થઈ તેવા સમાચાર મળ્યા ત્યારે તેની માનસીક સ્થિતિ કેવી હશે તેની કલ્પના કરવી જ રહી, પણ ઘણા દિવસ પછી રીધમે સોશીયલ મીડિયામાં એક ભાવુક પોસ્ટ લખી તેણે પોતાની મદદ કરનાર લોકો અને મીડિયાનો આભાર માન્યો પણ સાથે લખ્યુ કે મારા મમ્મીને અમાનવીય મોત આપનાર અને મારા ભાઈ અંશને મમ્મીથી દુર કરનારને કડક સજા થાય તેવું કરજો, મને પોલીસ અને ભારતની ન્યાય વ્યવસ્થા ઉપર ભરોસો છે. અત્રે ઉલ્લેખનિય છે કે અજય દેસાઈની ધરપકડ બાદ બે વર્ષના અંશને મોટો કરવાની જવાબદારી અજયની પત્ની પુજાએ સંભાળી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.