મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: સમગ્ર દેશમાં મોંઘવારી ચરમસીમા પર પહોંચી ગઈ છે. ત્યારે પેટ્રોલ ડિઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે પેટ્રોલ ડિઝલના ભાવથી કંટાળેલા લોકો cng ગેસ તરફ વળી રહ્યા છે. ત્યારે હવે આ લોકોને cng ગેસમાં  પણ રાહત મળવી મુશ્કેલ થવાની છે. છેલ્લા એક મહિનામાં cng ગેસના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર cngના ભાવમાં વધારો થયો છે. આજે cngના ભાવમાં ૧.૫૦ રૂપિયાનો વધારો થયો છે. જે આજથી જ અમલમાં મુકવામાં આવશે.

દેશના મોટાભાગના રાજ્યમાં હવે પેટ્રોલ અને ડિઝલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર થઈ ગયા છે. ત્યારે હવે cng ગેસના  ભાવ જે રીતે સતત વધી રહ્યા છે તે જોતાં આગામી દિવસો માં ગેસનો ભાવ ૧૦૦ રૂપિયા પોંહચી જાય તો નવાઈની વાત નથી. આજે cng ગેસના ભાવમાં ૧.૫૦ રૂપિયાનો વધારો થતાં cng ગેસનો નવો ભાવ ૬૨.૯૯ રૂપિયા થઈ ગયો છે. જે આજથી જ અમલમાં મુકાવવામાં આવશે. 

Cngના વધતા જતા ભાવની સીધી અસર રિક્ષા ચાલકો પર પડી રહી છે. ત્યારે રિક્ષા ચાલકોએ સામન્ય ભાડું ૧૫ રૂપિયા  જે હાલમાં છે તે ૨૦ રૂપિયા કરવાની માંગણી કરી છે. સાથે જ cngના ભાવમાં ઘટાડો કરવાની માંગણી કરી છે. જો સરકાર તેમની માંગણીઓ નહિ સ્વીકારે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચારી હતી.