મેરાન્યૂઝ.નેટવર્ક.મોરવા હડફ: પંચમહાલ જીલ્લાના મોરવા હડફ સહિત ગ્રામીણ વિસ્તારોમાં નવરાત્રીનુ આયોજન કરવામા આવ્યુ છે. ગત વર્ષ કોરોનાના કારણે નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ નહોતુ. હાલ કોરોનાના કેસો ઓછા થતા સરકારે ગાઇડલાઈન મૂજબ શેરી ગરબાને મંજૂરી આપી છે. જેને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવરાત્રીમાં ગરબે ગુમી રહ્યા છે. મોરવા હડફ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં નવરાત્રીનુ આયોજન કરવામા આવ્યુ છે. તાલુકાના રસૂલપુર ગામે આયોજીત નવરાત્રીના ગરબા કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય અને આદિજાતિ રાજ્યમંત્રી નિમીષાબેન સૂથાર પહોચ્યા હતા અને માતાજીની આરતી ઉતારી હતી. નિમીષાબેન સૂથારને ગાવાનો શોખ પણ હોવાથી તેમને માતાજીના ગરબા પોતાના કંઠે રેલાવ્યા હતા. ઉપસ્થિત ખેલૈયાઓ પણ ગરબાની મોજ માણી હતી. મોરવા હડફ ભાજપ પ્રમુખ તખતસિંહ પટેલે સહકાર આપ્યો હતો. નવરાત્રી કાર્યક્રમમાં ગ્રામજનો, અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement